________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૪૧ શ્રોતા- ઉપયોગ વારંવાર રાગ બાજુ ટકરાય છે જ્ઞાનસ્વભાવ બાજુ કેમ જતો નથી? ઉત્તર:- રાગથી ભિન્ન પડી વારંવાર શાયકના લક્ષમાં જોર કરે તો અંતર્મુખ થાય. પ્રશ્ન:- ન જાય તેનું કારણ શું?
ઉત્તર:- પુરુષાર્થ કરે નહીં તો પછી અંદર જાય કયાંથી? તેનું લક્ષ રાગ ઉપર છે માટે ઉપયોગ ત્યાં જાય છે. હવે લક્ષને ફેરવી નાખ. લક્ષને અહીં જ્ઞાન ઉપર જ્ઞાયક ઉપર કરી નાખ.
પ્રશ્ન:- અનાદિથી એ ( રાગ) તરફ છે ને?
ઉત્તરઃ- એ અનાદિથી હોવા છતાં ક્ષણમાં તેનો નાશ થઈ જાય છે. ઉપયોગ આમ ફરે છે, તે એકદમ ઉભો રાખવા માગે તો નહીં રહી શકે. આમ ઊંધો ફરતાં-ફરતાં એક આંટો આમ સવળો મારે તો ઉપયોગ થંભી જશે. અનાદિથી તે રાગની ફૂદડીમાં ફરતો હતો અને રાગને મારો માનતો હતો એ ક્રિયાથી હવે ગુંલાટ ખાય જશે. રાગથી ભેદજ્ઞાન કર્યું તો રાગના ચક્રાવાથી બહાર નીકળી ગયો.
આ કળશમાં એમ કહે છે-“જ્ઞાનpવવાના” કલનાત્ એટલે તેનો અભ્યાસ કરવાથી અનુભવ થાય છે. માર્ગની વિધિ તો આ છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે-ગમે તે જાતનો શુભરાગ હોય પરંતુ તેનાથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરીને પમાય છે, એટલે કે શુભ-રાગથી આત્મા પમાય છે તેમ વાત નથી. અત્યારે તો આ તકરાર ચાલે છે.
જુઓને ! મખ્ખનલાલજીનો મોટો કાગળ આવ્યો છે કે તમે અવિવેકી અજ્ઞાની છો. શુભભાવને હેય માનનાર મિથ્યાદૃષ્ટિ છે. તેની સામે કૈલાસચંદજીએ ખુલાસો કર્યો કેશુભભાવને હેય માનનારને તમે મિથ્યાદેષ્ટિ કહો છો? તો પછી શ્રી પ્રવચનસારમાં તો કુંદકુંદાચાર્ય શુભભાવને હેય કહે છે. આ જવાબથી ખળભળાટ થઈ ગયો.
તેણે કૈલાસચંદજીને ચેલેન્જ આપી છે. અરે ભગવાન! તું આ શું કરે છે? જેનાથી જુદું પડવાનું છે તેનાથી મોક્ષનો માર્ગ પ્રગટ થાય? આ તત્ત્વની વાત એક બાજુ રહી ગઈ અને પંડિતો પંડિતો વચ્ચે તકરારું ઉભી થઈ. શુભભાવ હેય નથી અને તેને હેય કહેનાર તમે આટલા વર્ષે જાગ્યા. સમયસારમાં શુભભાવને ઝેરનો ઘડોવિષકુંભ” કહ્યું છે. અહીંયા તેને અજીવ કહ્યું છે. જેટલા અંશે રાગ છે તેટલા અંશે તે બંધનું કારણ છે. વળી શુભ-અશુભ એવા બે ભાગ પાડે તે ( મિથ્યાષ્ટિ છે ).
અહીં તો કહે છે-શુભરાગ જે દયા-દાન, વ્રત-ભક્તિનો તેનાથી પણ આત્મા ભિન્ન છે. આ રીતે ભેદ અભ્યાસ કરીને સમ્યગ્દર્શન પમાય છે. આ તો હજુ ધર્મનો પહેલો પાયો છે.
પ્રશ્ન:- ભિન્ન તો એક સમયમાં પડી જાય છે તો પછી વારંવાર અભ્યાસ કરવાનું કેમ કહ્યું?
ઉત્તર- જ્યારે થશે ત્યારે એક સમયમાં થશે પણ તેનો અભ્યાસ તો જોઇશે ને?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk