SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬O કલશાકૃત ભાગ-૨ કલશ ન : ૫૧ (આર્યા) य: परिणमति स कर्ता य: परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।६-५१।। ખંડાન્વય સહિત અર્થ- વ: રિમિતિ | 7 મહેત” (:) જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે (પરિણતિ) જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે તેથી (સ ) તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા” પણ હોય છે અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે. “ય: પરિણામ:તત્વ ” (ય: પરિણામ:) તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ-પરિણામ છે (તત ફર્મ) તે-દ્રવ્યનો પરિણામ-કર્મ” એ નામથી કહેવાય છે. “યા પરિતિઃ સા યિ” (યા પરિણતિ:) દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થારૂપ થવું ( ક્રિયા) તેનું નામ “ક્રિયા' કહેવાય છે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી “કર્તાકહેવાય છે, નીપજેલો ઘડો “કર્મ' કહેવાય છે તથા માટીપિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા' કહેવાય છે; તેવી જ રીતે સજ્વરૂપ વસ્તુ કર્તા' કહેવાય છે, તે દ્રવ્યનો નીપજેલો પરિણામ “કર્મ' કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ‘ક્રિયા' કહેવાય છે. “વસ્તુતયા ત્રયં પ ન fમન્ન” (વસ્તુતયા) સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (ત્રય) કર્તા-કર્મ-ક્રિયા એવા ત્રણ ભેદ (m) નિશ્ચયથી (ન ભિનં) ત્રણ સત્ત્વ તો નથી, એક જ સત્ત્વ છે. ભાવાર્થ આમ છે કે કર્તાકર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમ કે જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી (ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી? ૬-૫૧. પ્રવચન નં. ૬૫ તા. ૧૨-૮-'૭૭ કલશ-પ૧ : ઉપર પ્રવચન “ય: પરિણમતિ સ વર્તા ભવેત” જે કોઈ સત્તામાત્ર વસ્તુ છે જે કોઈ અવસ્થા છે તે-રૂપ પોતે જ છે, આત્મા સત્તારૂપ હોવાવાળી ચીજ છે. તે મૌજુદ ચીજ છે. પરમાણું પણ સત્તામાત્ર વસ્તુ છે. તો સત્તામાત્ર જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે. શું કહે છે? એ વસ્તુની જે અવસ્થા થાય છે તે પર્યાય તે વસ્તુની છે. અહીંયા તો આત્મામાં જે વિકાર થાય છે તે આત્માનો જ છે. તેમ સિદ્ધ કરવું છે. અહીંયા તો પરથી ભિન્ન સિદ્ધ કરવું છે. સમજમાં આવ્યું? Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy