________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
કલશામૃત ભાગ-૨ અહીં કહે છે કે-પુણ્ય-પાપની તો વાત નહીં પરંતુ નિર્મળ પરિણામરૂપી ધર્મની દશા જે વીતરાગી પરિણામ થયા તેનો કર્તા આતમ પદાર્થ-પરિણામી દ્રવ્ય અને પર્યાય કાર્ય એમ ભેદ પાડતાં બે કહી શકાય છે. આવી સત્ય વાતું છે તેને લોકો અસત્ય કહીને ઉથાપી નાખે છે. અરે. રે! પ્રભુ! તને આ શું થયું છે!?
આ સંસારમાં એક એક અવતાર કલંક છે. પ્રભુને અવતાર ધારણ કરવા તે કલંક છે. અને અવતારના કારણરૂપ પર્યાય પણ કલંક છે. આહાહા..! એ વિકારી પરિણામથી ભિન્ન ભગવાન આત્મા! ચૈતન્ય આનંદકંદ પ્રભુ છું એવી દૃષ્ટિ થતાં, તેને સમ્યગ્દર્શન આદિના પરિણામ થાય તેનો આત્મા કર્તા અને પરિણામ તેનું કર્મ છે.
અહીં તો હજુ બહારમાં આ કાર્ય કર્યું ને. આ કર્યું..! અરે ! પ્રભુ શું થાય ! અનંતકાળથી આવી રીતે બાજી લૂંટાવી રહ્યો છે. અહીંયા તો સંતો, પરમાત્માના આડતીયા થઈને વાત કરે છે. માલ તો સર્વજ્ઞના ઘરનો છે. ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી છે.બીજા ગમે તે કહે!
અહીં પ્રભુ શું કહે છે? કહે છે કે ભાઈ ! તારા આ શરીર, દેશની સેવા કરવી એ કાર્ય તો તારું નહીં. અરે... દયા પાળવાની ક્રિયાનો ભાવ એ પણ તારો નહીં. પરની દયા પાળી શકે એ કાર્ય તારું નહીં. પરની દયાનું કાર્ય તો પરમાં થાય છે. એનો તું કર્તા એ વાત તો છે જ નહીં. પણ, પરની દયાનો રાગ ભાવ થાય એ પણ આત્માનું કર્તવ્ય નથી. એને અજ્ઞાનભાવે તે મારું કર્તવ્ય છે તેમ માન્યું છે. ત્યારે તેનું ખરું કર્તવ્ય તો રાગને દેખવું-જાણવું જ્ઞાતાદેષ્ટા છે. જીવ જ્ઞાતા-દષ્ટા છે તેમ કહે છે એ આત્મા જાણનારદેખનાર પરિણામવાળો છે એ પણ વ્યવહારથી કહે છે. ભગવાન તો નિત્યાનંદ ધ્રુવ ચોસલું છે ને! એ આત્માને કર્તા કહેવો અને નિર્વિકારી પરિણામને એનું કાર્ય કહેવું એ પણ ભેદથી કથન છે. એ તો કહ્યુંને ભેદ કરવામાં આવે તો થાય છે. ન કરવામાં આવે તો નથી થતો. આહાહા...! એ વીતરાગી પરિણામ તે કાળે તેના પોતાથી થયા છે. તેનો કર્તા આત્મા તેવો ભેદ નથી. એ તો વીતરાગી પરિણામ તે સમયના સ્વતંત્ર ષકારકથી પરિણમતા ઉત્પન્ન થયા છે. આવી બહુ ઝીણી વાતું છે બાપુ!
અરે. રે! ચોરાશીના અવતાર કરી કરીને એ દુઃખી છે. જૈનનો સાધુ થયો. પણ રાગની ક્રિયા મારી છે તેમ માની ને રખડ્યો. સર્વ વિશુદ્ધ અધિકારમાં આવે છે જેણે રાગનો કણ અને દેહને મારો માન્યો એ પ્રાણી બાહ્યમાં હિંસા ન કરતો હોય તો પણ તે છ કાયની હિંસાનો કરનાર છે. કેમકે તે રાગનો કર્તા થઈને આત્માના સ્વભાવને હણે છે. આ શરીર ત જુદી ચીજ છે.. એની ક્રિયા તે મારું કર્તવ્ય છે તેમ માનનાર તે છ કાયની હિંસાનો કરનાર છે. અને પાંચ ઇન્દ્રિયના પૂરા વિષયનો ભોગવનાર છે. આમ શરીરથી બાલ બ્રહ્મચારી હોય... પણ તે રાગને અને કાયાના કણને પોતાના માને છે એ પાંચ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk