________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૮
કલશોમૃત ભાગ-૨ પ્રત્યક્ષપણે આસ્વાદ કરતો થકો..! ભાઈ ! આ તો અધ્યાત્મના ભાવ છે, આ કાંઈ કથા નથી. થોડા શબ્દોમાં તો ઘણી ગંભીરતા ભરી છે.
કેવો છે જીવ? “ઉર્જાસત્તમ” પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે.” આ ભગવાન આનંદ સ્વરૂપને જીવ કહો કે આત્મા કહો. તે કેવો છે? તે પોતાના આનંદ ને જ્ઞાનગુણ તેમ જ જ્ઞાનની અને આનંદની પર્યાયમાં પ્રકાશમાન છે. આવી વાત કયાંય સાંભળવા મળે નહીં તેથી કેટલાક એમ કહે છે કે આ સોનગઢવાળાએ નવું કાઢયું છે. આ કાંઈ નવું નથી કાઢયું બાપુ! આ તો અનાદિનું છે. તમે સાંભળ્યું નહોતું માટે તમને નવું લાગે છે. આ તો દિગમ્બર મુનિઓ સંતો કહી ગયા છે તે છે. જુઓ! આ શ્લોક તેમનો છે.
કહે છે-ધર્મની તો ઘણી જ અલૌકિક વાત છે. ધર્મ તો તેને કહીએ- આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપથી ભરેલો પૂર્ણ છે, તેની સન્મુખ થઈને અને દયા–દાન, વ્રતાદિનો વિકલ્પ-રાગ-તેનાથી વિમુખ થઈને (નિજ) સ્વરૂપના આનંદનું વદન તે વીતરાગી દશા છે તેનું નામ જૈનધર્મ કહેવામાં આવે છે.
જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, કોઈ વાડો નથી પરંતુ તે વસ્તુનું સ્વરૂપ છે. આહાહા! આત્મા અતીન્દ્રિય આનંદ અને વીતરાગ સ્વરૂપ છે. અંદર ત્રિકાળી વીતરાગસ્વરૂપ આત્મા છે હોં ! પર્યાયમાં વીતરાગતા થાય તે બીજી ચીજ છે. પર્યાય એટલે વર્તમાન અવસ્થા. વસ્તુ આત્મા તો ત્રિકાળ જિનસ્વરૂપ જ છે. આવે છે ને સમજમાં !
જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચન સે સમજલે, જિન પ્રવચન કા મર્મ.” વીતરાગી વાણીનો મર્મ આ છે કે-“જિન સોહી હૈ આતમા” એટલે વીતરાગ સ્વરૂપી આત્મા છે. અંદરમાં જેટલા પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે તે અન્ય છે-કર્મ છે. શ્રી બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે.. જિન સોહી જિનવર અને જિનવર સોહી જિન.” આ આત્મા જિનસ્વરૂપ જ છે, તે જ જિનવર છે. અને જિનવર છે તે જ જિનસ્વરૂપ આત્મા છે. આ કેમ બેસે? માર્ગ આવો છે.
પ્રશ્ન:- તો આત્મા દેખાતો કેમ નથી? ઉત્તર:- દેખનારો દેખાતો નથી તે નિર્ણય કોણે કર્યો..? શ્રોતા- આ પરપદાર્થ (પરચીજ) દેખાય છે.
ઉત્તરઃ- દેખાય છે અને આત્મા દેખાતો નથી તેવો નિર્ણય કોની અસ્તિમાં કર્યો? એ નિર્ણય જ્ઞાનની અસ્તિમાં હૈયાતિમાં કર્યો કે મને (આત્મા) દેખાતો નથી. મને દેખાતું નથી એ જ દેખાય છે. આહા... ઝીણી વાત છે ભાઈ !
શ્રી કુંદકુંદભગવાને સમયસાર ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને.. કે જ્ઞાનની વર્તમાનદશા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk