SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ કલશામૃત ભાગ-૨ થાય ભાઈ! આહા.. હા ! તે રાગ એટલે શુભરાગ હોં ! અશુભ રાગ તો ઠીક.. પણ આ જે પંચ મહાવ્રતના પરિણામ તે આસ્રવ છે-તે રાગ છે. કેમકે તે પરલક્ષી ભાવ છે. તે ચૈતન્ય સ્વભાવનો ભાવ નથી. અરેરે ! અનાદિથી આમને આમ અથડાઈ રહ્યા છે. અહીંયા કહે છે એ પુણ્ય ને પાપના ભાવ ‘રાગ ને દ્વેષ જીવસંબંધી પરિણામ ’, ભાષા જોઈ ! પેલા શરીર, કર્મ, વાણી, વર્ણ, ગંધ તે તો એકલા અજીવ હતા. પરંતુ આ પુણ્ય-પાપ, કામ-ક્રોધના ભાવ તે કર્મ ૫૨માણું જેવા જડ નથી.. પણ, તે જીવ સંબંધી પરિણામ વિકાર છે માટે તેને અજીવ કહેવામાં આવે છે. પ્રશ્ન:- તે રૂપી કહેવાય છે કે અરૂપી ? ઉત્ત૨:- તે નિશ્ચયથી રૂપી છે અને પર્યાય છે તે અપેક્ષાએ અરૂપી છે. જે જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય ભગવાન છે, તે ચૈતન્યના કિરણો આ વિકા૨ીભાવોમાં નથી. આ સૂર્ય છે તેનું કિ૨ણ કોલસામાં હોય ? એનું કિરણ તો ધોળું સફેદ હોય. તેમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેનાં કિરણમાં અર્થાત્ તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદ હોય. આ જે રાગની દશા-પુણ્ય-પાપના ભાવો-મોહ તે તો અંધકાર છે. તે ચેતન સ્વરૂપ ભગવાનનું કિરણ નહીં–તેની એ દશા નહીં. આહા.. હા ! આકરું કામ ભાઈ ! અહીં તો (વાડામાં ) કહે છે–વ્રત લઈ લ્યો.. જાવ સંવર થઈ જશે. દિગમ્બ૨માં કહે કે-પડિમા લઈ લ્યો ! હજુ તો સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબરું ન મળે. સમ્યગ્દર્શનમાં તો અંતર્મુખ આત્મા એકલો દેખાય અને મનાય છે, તેમાં આ પુણ્ય-પાપના ભાવો જણાય નહીં. સમજાણું કાંઈ ? “અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-વિભાવ પરિણામોને જીવસ્વરૂપથી ‘ભિન્ન’ કહ્યાં, ત્યાં ‘ ભિન્ન ’ નો ભાવાર્થ તો હું સમજ્યો નહીં. ” તમે આ શું કહો છો ? હું કાંઈ આમાં સમજ્યો નહીં. આહા.. હા! અહિંસા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, શરીરથી બ્રહ્મચર્ય પાળવું તે બધા ભાવને તમે જૂઠા કહો છો ? અજીવ કહો છો ? હું તો કાંઈ સમજ્યો નહીં !! “ ‘ ભિન્ન ’ કહેતાં, ‘ ભિન્ન ’ છે તે વસ્તુરૂપ છે કે ‘ ભિન્ન ’ છે તે અવસ્તુરૂપ છે ? ઉત્તર આમ છે કે-અવસ્તુરૂપ છે.” તમે તેને ભિન્ન પણ કહો છો અને અવસ્તુરૂપ પણ કહો છો ? પોતાની ચીજની અપેક્ષાએ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અવસ્તુ છે. વસ્તુમાં તેઓ નથી–ભગવાન આત્મામાં નથી. અવસ્તુરૂપ છે એટલે કે-ચેતન દ્રવ્યમાં તે ચીજ છે નહીં. આહા.. હા ! ચેતન સ્વરૂપ એવો જે ભગવાન આત્માના પરિણામ તો જ્ઞાન ને આનંદ હોય. જ્યારે (દયા-દાનનાં ) એ પરિણામ ભિન્ન છે એટલે કે આત્માની વસ્તુ નથી. આત્માની અંદર જોતાં દૃષ્ટિ અપેક્ષાએ તેમાં આવતા નથી-માટે તે અવસ્તુ છે. Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy