SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૫૮ ૩૫ સ્વરૂપને ભૂલીને.. પુણ્ય-પાપના ભાવ જે વિષ્ટા છે.. આહાહા ! તે અપચાની પ્રકૃતિ છે તેનાં ફળમાં આનંદ માને છે. જેમ બાળક ઝાડામાં ઠંડક માને છે તેમ અજ્ઞાની માને છે. શ્રોતા:- કલશમાંથી આ કાઢયું? ઉત્ત૨:- એ.. અહીંથી મૃગ તુષ્ણામાંથી નીકળે છે. જેમ મૃગલા મૃગજળને પાણી માનીને જાય છે તેમ અજ્ઞાની ૫૨માં સુખબુદ્ધિ કરીને તેને પીવા જાય છે. સમજમાં આવ્યું ? અહીંયા પોતાના હિતની વાત છે. દુનિયા માને ન માને, કોઈ સમજે ન સમજે તેનાથી કાંઈ લાભ-અલાભ આત્માને નથી. 66 ‘બના: રો તમસિ અજ્ઞાનાત્ મુગંધ્યાસેન દ્રવત્તિ” જેમ મનુષ્ય જીવો દોરડામાં અંધકાર વિષે ભ્રાંતિને લીધે સર્પની બુદ્ધિથી ડરે છે. જેમ કોઈ મુનુષ્ય અંધકારમાં રસ્સી ને સર્પ માની ડરે છે તેમ ભગવાન આત્મા પોતાને ભૂલીને પુણ્ય–પાપમાં સુખ બુદ્ધિથી ૫૨માં ચાલ્યા જાય છે. (૫૨માં એકત્વ કરે છે. ) સર્પની જેમ પુણ્ય-પાપ પણ ઝેર છે. તે ઝેર ને ઝેર ન માનીને તેને પીવે છે. શાસ્ત્રમાં આવે છે કે–“ નિર્વિકલ્પ રસ પિજીયે. ” પુણ્યને પાપના વિકલ્પનો રસ અર્થાત્ ઝે૨નો ૨સ પીવાનું છોડી દે નાથ ! આવે છે... ને ! ' ‘લાગી લગન હમારી જિન૨ાજ, સુજસ સુનોમેં, કાહુકે કહે અબ કરૂં ન છૂટે પ્યારે, લોક લાજ સબ ડારી. જૈસે અમલી અમલ કરત સુને લાગ રહે જો ખુમારી.” ભગવાન આત્મા પુણ્ય ને પાપથી ભિન્ન છે તેની લગની જેને લાગી તેને દુનિયા કહે કે–તમારી વાત ખોટી છે, જૂઠ્ઠી છે તો પણ તેને આત્માની લગન છૂટે નહીં. જેને ભગવાન આત્માની લગની લાગી તે કેમ છૂટે પ્યારે ! ‘ લોક લાજ સબ ડારી ’દુનિયા શું કહેશે (તેની તેને પડી નથી.) દુનિયા ગમે તે કહો-ભ્રષ્ટ કહો ! નિશ્ચયાભાસી કહો; તમારી મરજી હોય તેમ કહો. “ જૈસે અમલી અમલ કરત સૂને. ” અમલ અર્થાત્ અફીણ. કોઈ અફીણ પીવે છે ને ! “ લોક લાજ સબ ડારી, ” દુનિયા શું કહેશે ? નિશ્ચયાભાસ કહેશે કે શું? વ્યવહા૨થી કાંઈ થતું નથી લોકો એકાંત માને છે તેમ કહેશે ! (જ્ઞાની કહે છે. ) તમારે જેમ માનવું હોય તેમ માનો સમજમાં આવ્યું? " તે વાત અહીં કહે છે. -અજ્ઞાની રસ્સીને સર્પ માનીને ડરે છે, ભય પામે છે. અજ્ઞાની પોતાને છોડીને ૫૨માં સુખબુદ્ધિ માટે જાય છે. પોતાનું અંદર જે સ્વરૂપ છે તેને જાણવામાં ડરે છે. સમજમાં આવ્યું ? ૫૭ કળશમાં ભોક્તાની વાત કહી. ૫૮માં કર્તાની વ્યાખ્યા કરી. હવે જ્ઞાતાની વાત કરે છે. Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy