________________
I
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ
૨
પ્રકાશકીય નિવેદન જ
66
અહો !ઉ૫કા૨ જિનવ૨નો કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિન કુંદ ધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો.”
શાસન નાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં તેમજ આ તીર્થધારાની અચલધરા પર જૈનદર્શનની અણમોલ સંપત્તિને પ્રદત્ત ક૨ના૨, દ્વિતીય શ્રુતસ્કંધને લીપીબદ્ધ કરી અલભ્ય જૈન વાગ્ધારાને જયવંત કરનાર ચારણઋદ્ધિ ધારી આચાર્યવ૨ શ્રી કુંદકુંદદેવ થયા. આ જૈન સંસ્કૃતિની અનાત પ્રવાહની પરિપાટીમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ થયા. તેમના દ્વારા અવિચ્છિન્ન વહેતી જૈનધારાની શૃંખલામાં પં. શ્રી રાજમલ્લજી પાંડે સાહેબ થયા. ઉત્તરોત્તર ચાલી આવતી અસ્ખલિતધારામાં આપણા મુક્તિદૂત પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી થયા. આ સર્વે સંતોની સ્વાનુભવરૂપ યાત્રાના અંતર્ગત ઉપલબ્ધ ૫૨માગમોનું પ્રબુદ્ધ દર્શન મળ્યું. આ બહુમુલ્ય આત્મદર્શનની ચરમ સૌખ્યધારા અક્ષ્ણ વહેતી ભવ્ય જીવોના અંતરાચલમાં સ્થિત થતાં... તે સાથે જ અનાદિથી ચાલી આવતી વિકૃતિઓનું વિસર્જન થયું.
પૂ. ગુરુદેવશ્રી એટલે.. નિજ ધ્યેયના ધ્યાની, આત્મજ્ઞાની, અધ્યાત્મના યોગી, અને અતીન્દ્રિય આનંદરસના ભોગી એવા આદર્શ વિશ્વ વિભૂતિ થયા. તેમના દ્વારા શુદ્ધાત્મ તત્ત્વનું જે વાસ્તવિક વિશ્લેષણ થયું છે તે પૂર્વેના સેંકડો સૈકાઓમાં નહોતું થયું તેવું સ્પષ્ટીકરણ મળ્યું છે.
શ્રી કલશટીકાના અજીવ અધિકારમાં સંતો અસ્તિ-નાસ્તિ ૫૨ક અનેકાન્તમયી શૈલીના માધ્યમ દ્વારા... ૫૨ તરફ ઝુકેલી પરિણતીને આત્મ સન્મુખ કરાવે છે. ૫૨લક્ષી ભાવોમાં સ્વામિત્વબુદ્ધિ છોડાવી ધ્રુવ સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરાવે છે.
જીવ અધિકાર કરતાં કોઈ અપેક્ષાએ અજીવ અધિકારને ઊંચો કહ્યો છે. કારણ કે અનાદિથી અજીવમાં જીવપણાની ભ્રાંતિ રહી છે. તેથી જીવની સત્તાથી અજીવની સત્તાનું ભેદજ્ઞાન કરાવી... અજીવમાંથી જીવપણાની માન્યતા છોડાવે છે. આ અધિકારમાં રાગથી, વિકલ્પથી અને પર્યાયના ભેદોથી ભિન્ન પોતાનો શુદ્ધાત્મા કેવો છે તેનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. કલશ ૩૫માં કહે છે-“ વિતછા વ્યાપ્ત સર્વસ્વસાર: ” જાણવું... દેખવું તેવો ત્રિકાળ ચેતના શક્તિમયી સ્વભાવ છે.. તે એકજ સર્વસ્વ સા૨ છે. “ અમી સર્વે અવિ પોન્નતિા: માવા: અત: અતિરિત્ત્તા: ” શુદ્ધ ચૈતન્યથી ભિન્ન જેટલા ભાવો છે તે સઘળાય પુદ્ગલથી નિપજ્યા છે. તે પુદ્ગલનું ચિતરામણ છે.. અને તે ચૈતન્ય સ્વભાવથી ખાલી છે. આ રીતે ભેદને અજીવ, અચેતન, અશુદ્ધ અને પુદ્ગલ કહેલ છે. અખંડાનંદ ત્રિકાળી ભગવાન છે તેને જીવ, ચેતન, શુદ્ધ અને જ્ઞાનમય કઠેલ છે. આ બધા ભેદો જીવ તો નથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk