________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮)
કલશાકૃત ભાગ-૨ અનંતવાર ગયો. છ ઢાળામાં આવે છે
“મુનિવ્રત ધાર અનંત વાર, રૈવેયક ઉપજાયૌ.
પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ” પંચ મહાવ્રત ધારણ કર્યા પણ એ પંચ મહાવ્રત તો આસ્રવ ને રાગ છે—ધર્મ નહીં. ગજબ વાત છે પ્રભુ!
આત્માના આનંદના સ્વાદમાં સમર્થ થયેલો સમ્યગ્દષ્ટિ કહે છે કે મહાવ્રત આદિના પરિણામ તે રાગ છે–આસ્રવ છે, તે આત્માનું સ્વરૂપ નહીં; તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી. આવી વાત છે ભગવાન ! અહીં તો ભગવાન જ કહે છે કે બધા આત્મા અંદર ભગવાન છે. જો અંદર ભગવાનપણું ન હોય તો પર્યાયમાં ભગવાનપણું આવશે કયાંથી? સર્વજ્ઞ કેવળી ભગવાન થયા તે કયાંથી થયા? શું બહારથી ભગવાનપણું આવે છે? સમજાણું કાંઈ? - હવે આગળ કહે છે-“(Mતિ: સાક્ષી) સકળદ્રવ્ય સ્વરૂપનું જાણનશીલ થઈને શોભે છે.” પોતાના આનંદના સ્વભાવથી પોતાનો અનુભવ કરવામાં સમર્થ થયો ત્યારથી જીવ ધર્મી થયો. જ્ઞાની થયા પછી તે અનંત આત્માઓ, અનંત જડ શરીર, વાણી, મન, લક્ષ્મી-ધૂળ આદિ બધાનો તે હવે જાણનાર રહ્યો. છે તેને માત્ર જાણે છે પરંતુ આ ચીજ મારી-તેવી દૃષ્ટિ છૂટી ગઈ. સમજાણું કાંઈ? આ મારગડા જુદા નાથ! અનંતકાળથી આમને આમ (સમજણ વિના) મરી ગયો.
જુઓને! કૈલાસચંદજી અહીં બેસતા હતા. તેમને બહુ પ્રેમ હતો. તેઓ કહેતામહાવીરજી કરતાં અહીં (સોનગઢમાં) બહુ શાંતિ લાગે છે. ગમે તે કારણ બન્યું હોય; ત્યાં શું થયું તે આપણને ખબર નથી. ક્ષણમાં ખલાસ થઈ ગયા. ઓહો! દેહની સ્થિતિ એટલી જ હતી તેમાં એક સમય વધે નહીં કે પલટે નહીં. દેહ છૂટવાનો જે સમય છે તે સમયે જ દેહ છૂટશે. લાખ ડોકટર આવે કે ઇન્દ્રો આવે પરંતુ એક સમય કોઈ વધારી શકવાને સમર્થ નથી. જન્મ મરણ કરી-કરીને દુઃખી થઈને સોથી નીકળી ગયા.
જન્મ મરણ મટાડવાનો ઉપાય તો આ એક જ છે. હું આનંદસ્વરૂપ છું, હું જ્ઞાનસ્વરૂપ છું, હું વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ છું. આવે છે કે
જિન સોહી હૈ આતમાં, અન્ય સોહી હૈ કર્મ;
યે હિ વચનસે સમઝલે, જિન પ્રવચન કા મર્મ.” ઝીણી વાત છે ભગવાન ! આહાહા! આત્મા જિનસ્વરૂપી પ્રભુ છે. અંદર જિન સ્વરૂપી છે તો પર્યાયમાં જિનસ્વરૂપી પરમાત્મા થાય છે. પ્રાસની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ અંદર છે તે મળે છે. અન્ય સોહિ હૈ કર્મ', આ રાગ પુણ્ય-પાપ આદિ બધા કર્મ છે, તે આત્મા નથી. “યે હી વચનસે સમઝલે જિન પ્રવચન કા મર્મ ” ત્રિલોકીનાથ જિનેશ્વરદેવની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk