________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૭
૫૧
ચેતન વસ્તુ છે–જે સમ્યગ્દર્શનનો વિષય છે. શુદ્ધ ચૈતન્ય આનંદઘન ધ્રુવ દ્રવ્યથી.. આ જેટલા અશુદ્ધ વિભાવ પરિણામ છે તે નિશ્ચયથી ભિન્ન છે. જીવદ્રવ્યથી તે નિરાળા છે.
પહેલાં સાધા૨ણ વાત મૂકી અને પછી તેનો ખુલાસો કર્યો. અશુદ્ધવિભાવ પરિણામમલિનભાવ તે નિશ્ચયથી જીવસ્વરૂપથી ભિન્ન છે. ભગવાન તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તેનાથી તે બધા અશુદ્ધ વિભાવ પરિણામ જુદા છે. જુદા છે એટલે શું ? તેમજ અશુદ્ધ પરિણામ એટલે શું તે હવે કહે છે.
“ તે કયા ભાવ? વળઘા: વા રામમોઠાચ: વા” એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવ સ્વરૂપથી નિરાળા જ છે. અહીં એમ લીધું કે–વર્ણ, સ્પર્શ, રસથી માંડીને કર્મ, સંનન, સંસ્થાન તે બધા અશુદ્ધ અચેતન પુદ્ગલ પિંડ છે. તે તો સ્વરૂપથી નિરાળા છે. ભગવાન આત્માથી તો ભિન્ન જ છે.
,k
આહા... હા ! તેનાથી ઝીણી વાત.. આ દયા.. દાન.. વ્રત.. ભક્તિ.. પૂજા.. કામ.. ક્રોધના ભાવ એટલે રાગાદિભાવ. ‘મોહાય: તે દેખતા ચેતન જેવાં દેખાય છે” એટલે તેની પર્યાયમાં છે. “ તેવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતાં જીવ સ્વરૂપથી ભિન્ન છે. ”
બપોરે પ્રવચનમાં એમ આવ્યું હતું કે-રાગ-દ્વેષના પરિણામ તે એકલું જીવનું કર્તવ્ય છે.. અને તેની પર્યાયમાં થાય છે અને તે પુણ્ય-પાપના ભાવોનો અજ્ઞાનભાવે કર્તા છે એમ કહેવું હતું માટે જીવના સિદ્ધ કર્યા. જ્યારે અહીંયા તો વસ્તુસ્વભાવ સિદ્ધ કરવો છે. ચૈતન્ય આત્મા જ્ઞાનઆનંદ સ્વભાવી છે. તેનાં સ્વરૂપમાં દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના પરિણામ નથી તેથી તે પરિણામ પુદ્ગલથી ઉપજ્યા છે એમ કહ્યું છે. હિંસા-જૂઠ-કામ-ક્રોધ આદિ ભાવ જીવસ્વરૂપથી ભિન્ન છે-તે એકલા પુદ્ગલની જ ઉત્પત્તિ છે. પુદ્ગલથી એની નિષ્પતિ છે. આહા.. ! આવી વાત તેણે સાંભળી ન હોય. બપોરે એમ આવ્યું કે વિકાર છે તે એકલા પુદ્ગલના નહીં, જીવ-પુદ્ગલ બે ભેગાં થઈને કરેલાં નહીં પણ તે જીવનાં એકના જ કરેલાં ભાવો છે. ત્યાં અવસ્થામાં વિકાર થાય છે તેનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. અને અહીંયા તો એ ત્રિકાળી અસ્તિત્વનો જે સ્વભાવ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે; તેનો કોઈ સ્વભાવ કે શક્તિ એવી નથી કે તે વિકા૨ને ક૨ે ! આહા... હા ! આવું ઝીણું !
અહીંયા એમ કહેવું છે કે-દયા-દાન-પૂજા-ભક્તિ-હિંસા જૂઠ-ચોરીના પરિણામ તે બધા પુદ્ગલથી નીપજ્યા છે. તે અજીવ છે જીવ નહીં. અત્યારે કઈ અપેક્ષાએ કહ્યું, અને બપોરે કઈ અપેક્ષાએ કહ્યું-તે બન્ને અપેક્ષાને જાણવી જોઈએ ને!
આહાહા..! વિકારનાં ભાવો અર્થાત્ પુણ્ય-દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધના ભાવ એ એની પર્યાયમાં પર્યાયબુદ્ધિવાળાને થાય છે, માટે તે તેનું કર્તવ્ય છે. પુદ્ગલનું
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk