________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
૧૭ નંબરનાં શ્લોકનો જ અર્થ કર્યો છે. નાટક સમયસારમાં “ગણધર' કીધું ને!
“કયા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે-ચેતન દ્રવ્ય અને જડ, કર્મનોકર્મ-ભાવકર્મ તેમના ભિન્ન-ભિન્ન૫ણારૂપ”
અજીવ કહેતાં-જડકર્મ, નોકર્મ અને ભાવકર્મ તે બધા અજીવ છે. દયા–દાન-વ્રતભક્તિ પૂજાના ભાવ તે અજીવ છે. આ અજીવ અધિકાર છે ને! જીવમાં અજીવની નાસ્તિ છે તો અજીવમાં જે ભાવકર્મ છે એ પણ જીવમાં નથી. આહા. હા! એ ભાવકર્મ અજીવ છે તે જીવને લાભ કરે તેવી પ્રરૂપણા ચાલે છે. દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો તમારું કલ્યાણ થશે. તે તદ્ન મિથ્યાત્વનું પોષક છે.
(જડ ચેતનના) ભિન્ન ભિન્નપણારૂપ વિસ્તીર્ણ જ્ઞાનદેષ્ટિથી જીવ અને કર્મનો ભિન્ન-ભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે”
રાગના, દયા-દાનના વિકલ્પ અજીવ છે. ચૈતન્ય ઉપર દૃષ્ટિ પડતાં તે બન્ને જુદાં પડી જાય છે, ત્યારે આત્માનો અનુભવ થાય છે.
એક સમયની નિર્મળ પર્યાય જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાનની પર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે. તો તેવી અનંત અનંત પર્યાયોનો ધરનાર જ્ઞાનગુણ તે મહારત્ન છે. એવા જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહા મહા રત્નોનો ધરનાર આત્મદ્રવ્ય એ તો મહા રત્નોથી ભરેલો સાગર છે. એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને દૃષ્ટિ કરે તો ખબર પડે.”
(શ્રી પરમાગમસાર બોલ નં. ૨૯૫)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk