________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
કલશામૃત ભાગ-૨ ભાવો ) છે જ નહીં તેમ નથી. અજ્ઞાની કહે છે કે એ તો ભ્રમ છે. અહીં કહે છે-ભ્રમ પણ છે ને ? ભ્રમ છે એમ સિદ્ધ કરે છે. ચૈતન્યસ્વરૂપ નિત્યાનંદ પ્રભુમાં તે નથી. રાગનો ભાવ તે દુઃખરૂપ અને આકુળતામય છે.. તેમાં ચૈતન્યમય અતીન્દ્રિયજ્ઞાનનો અભાવ છે. શુભોપયોગ હો તો પણ તે પુદ્ગલના નિમિત્તથી થયેલી ઉપાધિ છે. તે સ્વભાવમાં નથી. આ અજીવ અધિકાર છે.
આહાહા...! અનાદિથી જેની નજરું ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા તેના ઉ૫૨ નથી અને અનાદિથી તેની નજરું પુણ્ય-પાપના ભાવ અને તેના ફળ તરીકે આ બાહ્ય ધૂળ આદિ સામગ્રી ઉપર છે. આ કુટુંબ, બંગલા, હજીરા, હજીરા એટલે કબ્રસ્તાન. જામનગરમાં નદીને કાંઠે મોટા હજીરા છે. લોટીઆ વોરાને હજીરા કહે છે. એમ આ આત્મા ! શરીર ને આ મકાન મારા તેવી માન્યતામાં દબાઈ ગયો છે. હજીરામાં દબાઈ ગયો છે.
(૧) અનાદિથી છે તો તેની દૃષ્ટિનો દોષ પણ એ દૃષ્ટિનાં દોષમાં પુદ્ગલનું નિમિત્ત છે તેથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જોઈને પુદ્ગલ નાચે છે એમ કહેવામાં આવ્યું છે. (૨) અનાદિકાળથી અચેતન મૂર્તિમાન પુદ્ગલ જ નાચે છે. આહા.. હા ! ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપનો એ નાચ કયાં છે? આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એનો નાચ તો જ્ઞાન ને આનંદની પરિણિત થવી તે છે અને આ રાગ અને પુણ્ય પાપનો નાચ એ આત્માનો નથી એટલે પુદ્ગલનો છે એમ કહ્યું છે. આવો ઉપદેશ કોઈ દિવસ સાંભળ્યોય ન હોય ! પ્રભુ ! તારો મા૨ગ જુદો છે ભાઈ !
એ શું કહ્યું ? ફરીથી.. (7 અન્ય:) ચેતન દ્રવ્ય નાચતું નથી. ભગવાન ચેતન જ્ઞાન ને આનંદનો સાગર છે તે વિકામાં આવતો નથી... અર્થાત્ નાચતો નથી. પ્રશ્ન:- દોષ જીવ કરે તેથી એ દોષને પોતાનો કહ્યો છે ને...?
ઉત્તર:- દૃષ્ટિમાં દોષ કહ્યું ને! પરંતુ એ દૃષ્ટિમાં નિમિત્તપણું પુદ્ગલનું છે, એ દૃષ્ટિમાં નિમિત્તપણું આત્માનું નથી. એટલે કે વિપરીત કાર્યમાં; વિપરીત દૃષ્ટિમાં આત્મા નથી. એક ન્યાયે તો વિપરીત દૃષ્ટિમાં પણ દ્રવ્ય છે તે નિમિત્ત છે. ઝીણી વાત છે. વસ્તુ છે તે (કાર્યનું ) મૂળ કારણ નથી માટે (આત્માને ) નિમિત્ત છે એમ કહ્યું. વિકારી દૃષ્ટિ અને વિકા૨ના પરિણામ મારા એવી માન્યતામાં જીવદ્રવ્ય છે તે નિમિત્ત છે અર્થાત્ તેની ઉપસ્થિતિ છે. એ જીવ દ્રવ્યથી વિકાર થયો નથી. વિકારી પર્યાયનું ( ક્ષણિક ) ઉપાદાન તો પર્યાયમાં પોતાથી છે... તેથી ( આત્મા ) નિમિત્ત તો નથી પણ વિકાર થયો ત્યારે તેની દૃષ્ટિ પુદ્ગલ ઉપર છે તેથી પુદ્ગલ નાચે છે તેમ કહેવામાં આવ્યું છે. બહુ ઝીણી વાતું છે બાપા ! અરેરે.. ! જન્મ મરણ કરીને જે દુઃખી છે તેને કહે છે.
શ્રોતા:- વિકારમાં આત્મા નિમિત્ત છે તો ઉપાદાન કારણ કોણ છે? ઉત્ત૨:- ઉપાદાન કારણ વિકારી પર્યાય છે. એ વિકારી પર્યાયમાં ઉપાધિમાં પુદ્ગલકર્મ
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk