________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
કલશાકૃત ભાગ-૨ રહ્યો. એ તેની શોભા છે.
આ ચાર લીટી કાલે ચાલી 'તી આજે ફરીથી લીધી. અહીં તો પરમાત્મા ગજબ વાત કરે છે. આત્મા તો જ્ઞાનનો પૂંજ છે. આત્મા ચિતૂપ છે જેનું રૂપ જ જ્ઞાન છે. જેનું
સ્વ... રૂપ એટલે કે પોતાનું રૂપ જ જ્ઞાન છે. ભગવાન આત્માનું રૂપ-સ્વ. રૂપ અર્થાત્ જ્ઞાનરૂપ છે.. આનંદ સ્વરૂપ છે. આનંદ આત્માનું રૂપ છે. આહા! શાંતિ એનું સ્વરૂપ છે. વીતરાગતા જેનું રૂપ અને સ્વરૂપ છે. અરેરે ! આવી વાત સાંભળવા મળે નહીં એ કે 'દિ વિચાર કરે અને કયારે તેને બેસે. વસ્તુ દુર્લભ થઈ ગઈ. મનુષ્યપણામાં કરવા લાયક હોય તો આ કરવાનું છે બાકી બધાં થોથા છે.
પોતાના નિજ સ્વરૂપનું ભાન થયું છે, હજુ વીતરાગી (પૂર્ણ) થયો નથી અને (સાધક) સ્વરૂપમાં ઠરી શકતો નથી. તો અશુભથી બચવા આત્મજ્ઞાની સાધકને પણ શુભભાવ આવે છે. પણ તે તેનો જાણનશીલ રહે છે. શુભભાવનો તે કર્તા-ભોક્તા થતો નથી. આ તો સમજાય એવી ભાષા છે ને નાથ ! આહા! તારા ઘરની વાત છે ને નાથ !
આહાહા ! સંતોએ ગજબ કામ કર્યું છે ને! દિગમ્બર મુનિઓ અંતર આનંદમાં, અતીન્દ્રિય આત્મજ્ઞાનના આનંદને ઝૂલે ઝૂલવાવાળા છે તેનું નામ મુનિ છે. આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો છે તે વિકલ્પના જાણનાર રહે છે. પાઠમાં છે- “નર્માત: સાક્ષી” આખા જગતના ચક્ષુ એટલે જાણનાર રહ્યા. રાગથી માંડીને બીજી કોઈ ચીજ મારી છે તેમ સમકિતી માનતા નથી.
ધર્મના પહેલા દરજ્જાવાળો જીવ સમકિતી છે. જ્ઞાન તે જ જીવ છે. હવે પોતાના સિવાય પર જીવન અને પરમાણુનો જાણવાનો સ્વભાવ માત્ર રહ્યો-તે ધર્મીની શોભા છે. તીર્થકર પણ પરદ્રવ્ય છે. તે મારા છે તેવી માન્યતા સમકિતીને હવે નથી આ સ્ત્રી, પુત્ર, કુટુંબ મારા છે, આ ગાડી મારી છે. ધૂળેય તારી નથી. આ તો મૂર્ખાઈ કહેવાય અને આવી મૂર્ખાઈમાં અનંત જીવન ગાળ્યા ભાઈ ! આહાહા ! સંતોએ ગજબ કામ કર્યું છે ને!
એક તો આત્મા સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. એ સ્વરૂપની ચીજને અનુસરીને અનુભવ થતાં આનંદ આવ્યો ત્યારથી જગતનો સાક્ષી થઈ ગયો. બનારસીદાસજી કહે છે.
“અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષકા, અનુભવ મોક્ષ સ્વરૂપ.” ચક્રવર્તીને કુટુંબ મોટું હોય. છન્નુ હજાર સ્ત્રી, બત્રીસ હજાર દીકરીઓ, બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દીકરાઓ, ચોસઠ હજાર દીકરાની વહુઓ છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી આ ચીજને જાણે છે કે આ ચીજ છે બસ. આહાહા ! ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં પણ સમ્યગ્દર્શન થતાં હવે તે પરચીજનો જાણનાર રહ્યો. અરે... પ્રભુ! આ વાત કયાં છે નાથ? તું કોણ ને એ પર વસ્તુ કયાં? કયારેય કદી બે ચીજ એક થતી નથી. આ સ્ત્રી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk