________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
उ७७ આહા.. હા ! અહીંયા પરમાણુંનો અર્થ શું કરવો? આ બહારના પરમાણું-પોઈન્ટ તે તો જડ છે. આ રાગનો કણ છે તે પરમાણુંમાત્રનો કર્તા આત્મા નથી. સમાજમાં આવ્યું? આવી વાત છે! સત્ય માર્ગ જ આવો છે પ્રભુ! એવું લાગે કે આતો નિશ્ચય. નિશ્ચય. નિશ્ચય. લાગે ! પરંતુ નિશ્ચય એટલે સત્ય. વ્યવહાર એટલે આરોપિત-ઉપચાર. સમજમાં આવ્યું!?
અરે..! આવો મનુષ્યભવ અનંતકાળે મળ્યો, તેમાં આ ભગવાનની વાણી સાંભળવા મળી તે સમયે આ કાર્ય ન કર તો ભગવાન આ કામ કે દિ કરીશ ! કરવાનું તો આ છે. બાકી રાગને કરવું તે મરવું છે. (શ્રોતા:- મરતો જ આવી રહ્યો છે.)
કેવો છે જ્ઞાની જીવ? : સદા નવરં ચૈતન્યધાતું ધિરુદ્ર: તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દેઢતાથી રહ્યો છે.” અનાદિથી અજ્ઞાની પુણ્યપાપના ભાવમાં આરૂઢ હતો. શુભ ને અશુભ ભાવમાં આરૂઢ હતો. જેમ ઊંટ કે ઘોડા ઉપર આરૂઢ થાય છે તેમ અજ્ઞાની અનાદિથી દયા-દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ ઉપર આરૂઢ હતો. રાગથી (ભેદજ્ઞાન થતાં) રાગથી ભિન્ન પોતાના ચૈતન્યમાં આરૂઢ થયો. આ ભાષા તો સમજાય તેવી છે. તમારી હિન્દી જેવી અમારી હિન્દી નથી. ગુજરાતીમાં ચાલે તો શબ્દ બહુ સ્પષ્ટ થાય છે. હિન્દીમાં કોઈ કોઈ શબ્દની (ભાષા ન આવડે.)
અહીં કહે છે પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! ન્યાલ થવાનો રસ્તો આ છે. રાગનું કર્તાપણું છોડીને મારું ચૈતન્ય સ્વરૂપ રાગથી ભિન્ન છે તેમ ચૈતન્ય સ્વરૂપમાં આરૂઢ થવું. તે ન્યાલ થવાનો રસ્તો છે. રાગમાં આરૂઢ એ તો ચારગતિનું દુઃખ છે.
સવી અર7 તે સદા નિશ્ચલ ચૈતન્ય ધાતુમય” જેમ સોનું ધાતુ છે તેમ ચૈતન્યધાતુ આત્મા છે. ભગવાન તારી ચૈતન્યધાતુ છે. તે રાગને ધારણ કર્યો નથી. ભગવાન આત્માએ ચૈતન્ય ધાતુને ધારી રાખી છે. તેણે ચેતના સ્વભાવ ધારી રાખ્યો છે. દિગમ્બર સંતોની વાણી તો જુઓ! શબ્દોમાં અમૃત પીરસ્યા છે. શ્રીમદ્જીમાં આત્મસિદ્ધિની પહેલી ગાથામાં આવે છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું શ્રી સગુરુ ભગવંત; રે..
ગુણવંતા રે જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમકાળમાં.” આ આત્મા રાગથી ભિન્ન થયો તો અમૃત વરસ્યા રે આત્મામાં.
આ તારી પૈસાની ધૂળ તો કયાંય રહી ગઈ. આ શેઠિયા કરોડપતિ બેઠા.. તે પૈસાના પતિ! કરોડપતિ કહે છે ને! આ લખપતિ કરોડપતિ, હજારપતિ અને વેપારમાં મોટો હોય તેને ઉદ્યોગપતિ કહે છે. આ ઉદ્યોગપતિ બેઠા. કોણ ઉદ્યોગપતિ ભગવાન ! રાગનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk