________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬
કલશામૃત ભાગ-૨ કહ્યું? ગગન મંડળમાં ભગવાનની વાણી નીકળી. પૃથ્વી પર પડી અને એ વાણી મનુષ્યના કાનમાં પડી. આ દૂધનું વલોણું નથી કહેતા ! તેમાંથી માખણ કાઢે છે. તે તત્ત્વ અમૃત કોઈ પાય. સમજમાં આવ્યું!?
આ તો સર્વશ પરમેશ્વર દ્વારા સિદ્ધ થયેલી વાત છે. ઘરની વાત છે નહીં. આહા... હા ! આ સર્વજ્ઞ પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. આ વાણીનો સ્વાદ એ છે કેતારી ચીજમાં અતીન્દ્રિય આનંદ અમૃત ભર્યું છે. હરણની નાભિમાં કસ્તુરી પરંતુ હરણને તે કસ્તુરીની કિંમત નથી. સમજમાં આવ્યું!?
તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ભર્યું છે. મૃગલા જેવા મનુષ્યો પુણ્ય ને પાપના પ્રેમમાં તે કસ્તુરીને દેખતા નથી. આહા..! આવો માર્ગ એટલે માણસને લાગે કે એકાંત છે. ભાઈ..! એકાંત તો છે. સાંભળને!
પોતાના આત્માને પુષ્ય ને રાગની ક્રિયાથી ભિન્ન જાણીને અનુભવ કરવો તે જ ધર્મ છે. બાકી બધું શૂન્ય છે. લાખ વ્રત કરે, ભક્તિ-પૂજા કરે પરંતુ તે શુભરાગ છે. સમજમાં આવ્યું!? અહીંયા કહે છે–વલોણા દ્વારા છાસમાંથી માખણ કાઢવું છે. તેમ રાગથી ભિન્ન આત્માનું વલોણું કરવાવાળો આત્મા, આત્માના માખણને પ્રાપ્ત કરે છે. આવી વાત છે..!
તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન-ભિન્ન અનુભવે છે “સ: હિ નાનીત. વ, ધ્વનાપિ રોતિ”તે જીવ જ્ઞાયક તો છે.” આ જાણવાવાળો. જાણવાવાળો.. જાણવાવાળો તે હું છું. રાગાદિ મારી ચીજ નથી. જે શુભજોગને ધર્મ-મોક્ષનો માર્ગ કહે છે તેને અહીંયા કહે છે કે શુભ જોગ તે રોગ છે. તેનાથી ભિન્ન મારી ચીજ જ્ઞાયક છે. રાગથી લાભ થયો (તેમ માન્યું છે તો શું રાગ પોતાનો થઈ ગયો? રાગથી લાભ થાય છે તેમ માનનારની પોતાની મનમાની થઈ ગઈ પરંતુ રાગ પોતાની ચીજ છે જ નહીં. આહા ! બહુ સૂક્ષ્મ છે ભાઈ !
પરમાણું માત્રનો કર્તા શાયક નથી. ભગવાન આત્મા બધા દેહમાં ભિન્ન બિરાજે છે પ્રભુ! તેને જ્યાં રાગથી ભિન્ન કરીને જોયો તો તે જ્ઞાયક જાણવાવાળો રહ્યો. તેના જાણવામાં આનંદ આવ્યો પણ તે રાગનો કર્તા નથી. અહીંયા કહે છે-શુભરાગનો કર્તા નથી. તો ત્યાં કહે છે-શુભરાગ મોક્ષમાર્ગ છે. બેયનું મિલાન કયાં કરવું? મખનલાલજી કહે છે-શુભજોગ તે મોક્ષનો માર્ગ છે. અરે... પ્રભુ! શું કહે છે ભાઈ ! જે શુભરાગનો કર્તા થાય છે તે મિથ્યાષ્ટિ છે. જ્યારે રાગથી ભિન્ન પડીને પોતાના ચૈતન્યનું ભાન થયું તો તે કિંચિત્ માત્ર પણ રાગનો કર્તા રહેતો નથી.
“નાનીત વિશ્વની ન રોતિ તે જીવ જ્ઞાયક તો છે, પરમાણુ માત્રને પણ કરતો તો નથી.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk