________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૭૫ નહીં? જ્ઞાયક ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી તે પુણ્ય-પાપના રાગથી ભિન્ન તત્ત્વ છે.... આવું જ્યારે ભેદજ્ઞાન કર્યું તો તેને ચૈતન્ય લક્ષણે લક્ષિત આત્માનો અનુભવ થયો. તો હવે તે રાગથી ભિન્ન પડી ગયો. ભિન્ન રાગનો કર્તા જ્ઞાની થતો નથી. રાગ થાય છે તેનો તે જ્ઞાતા રહે છે તે પણ વ્યવહાર છે.
આહા.. હા! શું કહે છે!? રાગ છે તો જ્ઞાતાપણાની પર્યાય રાગ છે તો છે તેમ પણ નથી. શું કહ્યું? આ રાગ છે તે પોતાનું કર્તવ્ય તો નથી પરંતુ રાગને જાણવો તે પણ વ્યવહાર છે. ખરેખર તો પોતાની પર્યાયમાં તે સમયે પોતાના જ્ઞાનનું જ્ઞાન થાય છે.. અર્થાત્ રાગનું જ્ઞાન પોતાના સ્વભાવથી પોતાનાથી થાય છે. રાગ છે તો રાગના જ્ઞાનની પર્યાય અહીંયા થઈ તેમ નથી. આવી વાત છે ભાઈ ! આ કર્તાકર્મ અધિકાર છે. જૈનદર્શનમાં આવી ચીજ કયાંય છે નહીં.
કોઈ તો ઇશ્વરને કર્તા માને છે, કોઈ શરીરની ક્રિયા ને કર્તા માને છે અને અહીંયા પુણ્ય-દયા-દાન-વ્રતની ક્રિયાને કર્તા માને છે તે બધા મિથ્યાષ્ટિ છે. જ્ઞાનીને પણ રાગ આવે છે પરંતુ રાગથી મારી ચીજ ભિન્ન છે તેમ જાણે છે. રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાથી થાય છે. રાગનાં સંબંધથી નહીં. પોતાનામાં પોતાથી રાગનું જ્ઞાન થાય છે. આ બધું સમજવું પડશે. એમને એમ આ તમારા ગપ્પા નહીં ચાલે. તમારા ભાઈ કહેતા હતા કે તે બહુ થોડો પ્રત્યન કરે છે. અંદર વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. કેમકે આવા અવસર ક્યારે મળે ભાઈ ! આ તો હિતની વાત છે ને ભગવાન!
આહાહા ! ચૈતન્ય હિરલો, આનંદકંદથી ભરેલો પડ્યો છે. નાળિયેરનું દૃષ્ટાંત ઘણી વાર આપીએ છીએ. નાળિયેર અર્થાત્ શ્રીફળ. શ્રીફળના ઉપરના છાલા જુદા છે. અને જે કાચલી હોય છે તે કાચલી જુદી છે. અને કાચલી તરફની જે લાલ છાલ છે તે જુદી છે.
જ્યારે ટોપરાપાક કરીએ છીએ ત્યારે આ લાલ છાલ કાઢી નાખીએ છીએ. તેની પાછળ શેર દોઢ શેરનું જે ટોપરું હોય છે તે ઘોળું અને મીઠું શ્રીફળ છે.
તેમ આ આત્મા છે તેની ઉપર આ શરીર છાલા છે. અંદર જે જડ કર્મ છે જે પુણ્યપાપના ભાવનું (નિમિત્તપણે પામી) અને બંધારણા છે તે કર્મ કાચલીની જગ્યાએ છે. અને જે શુભ-અશુભ ભાવ તે કાચલી તરફની લાલ છાલ છે. તે લાલ છાલની પાછળ સફેદ શુદ્ધ આનંદનો ગોળો આત્મા પડયો છે. આ દષ્ટાંતથી તો સમજમાં આવે છે ને ભાઈ ! આનંદઘનજીનો ત્રીજો એક શબ્દ હતો.
“ગગન મંડળમેં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા, સૌ ૨. સુણો ભાઈ, વલોણું વલોવે તો અમૃત કોઈ પાય અબધુ સો જોગી ગુરુ મેરા.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk