________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૭૩ કોની કરણી..” હું રાગનો કર્તા ને રાગ મારી ક્રિયા તે શું છે? આ કર્તા કર્મ અધિકાર છે. કર્તા કોણ? કોણ કોની કરણી,” રાગનો હું કર્તા અને રાગ મારી ક્રિયા તે વાત કયાં રહી!
પ્રશ્ન- તો શું રહ્યું?
ઉત્તર- રહી ગયો આત્મા.. જ્ઞાતા-દેખાપણે. શેઠ ખુલાસો કરાવે છે. આ બે શેઠ બેઠા છે ને! આત્માનું ભાન કરે તે શેઠ છે બાકી બધા હેઠ છે.
આહા.. હા! પ્રભુ ચૈતન્ય લક્ષણથી લક્ષિત, જાણન લક્ષણથી જાણવામાં આવે છે. આ રાગાદિ-દયાદાન, વ્રત-ભક્તિના વિકલ્પ અને કામ-ક્રોધ પરિણામ તે અચેતન લક્ષણ છે. કેમકે તેમાં ચેતનપણાના અંશનો અભાવ છે. આ રીતે ભગવાન આત્મા રાગથી ભિન્ન પડે છે. જેમ હંસ પાણી અને દૂધમાં ચાંચ નાખવાથી પાણી અને દૂધ બન્ને ભિન્ન થઈ જાય છે તેમ ભેદજ્ઞાન દ્વારા પુણ્ય-પાપનો વિકલ્પ નામ રાગ તે તરફના લક્ષને છોડીને, રાગથી ભિન્ન અર્થાત્ અધિક ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તેની ઉપર દૃષ્ટિ જવાથી તેને આનંદનો અનુભવ થાય છે. જે આનંદ સ્વરૂપમાં છે તેવા આનંદનો અનુભવ થાય છે.
પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે પરંતુ તે આનંદનો અનુભવ કેમ નથી? તેને કહે છે-આ પુણ્ય-પાપના પરિણામ મારું કર્તવ્ય અને એ પરિણામ મારું કાર્ય તેવી દૃષ્ટિમાં તે રોકાય ગયો. પોતાની ચીજ રાગથી ભિન્ન સચ્ચિદાનંદ પ્રભુ છે એવી દૃષ્ટિ વિના તેને આનંદનો સ્વાદ આવતો નથી. સમજમાં આવ્યું!? આનંદઘનજીની બીજી એક વાત યાદ આવી ગઈ...
“ગગન મંડળમેં અધબીચ કૂવા વહાં હૈ અમી કા વાસા, સુગુરા હોય સો ભર ભર પીએ, નપુરા જાવે પ્યાસા, અબધુ સુગુરુમેરા..જિન પદકા કરે રે..નિવેડા.. અબધુ
ગગન મંડળમેં અધબીચ કૂવા ત્યાં અમીકા વાસા હૈ.” આકાશમાં અમીનો વાસ છે અર્થાત અંદરમાં આનંદ વાસ સ્વરૂપનો છે. તે હંસની જેમ ભિન્ન કરે તો આનંદનો સ્વાદ આવે છે એમ કહે છે. સુગુરુ તેને આત્મા બતાવી હૈ.
પ્રભુ ! આ જે પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ થાય છે તારી પર્યાયમાં પણ એ દોષ છે. તેનાથી ભિન્ન અંદરમાં આનંદસ્વરૂપ બિરાજે છે. તેનું ભેદજ્ઞાન કરીને તમે ચૈતન્યનો અનુભવ કરો. તારું રાગનું કર્તાપણું મટી જશે. સમાજમાં આવ્યું?
કોણ કોની કરણી... કોણ માગેગા લેખા,” પોતાનો આત્મા પુષ્ય ને પાપના વિકલ્પથી, રાગથી, દોષથી ભિન્ન જાણ્યો તે લેખા અંદરમાં આવી ગયા. બીજી એક કડી પણ થોડી યાદ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk