________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૭૧ ગયો, સાથે રાગ આવ્યો નહીં. રાગથી ભિન્ન કરીને દૃષ્ટિ આત્મા ઉપર લગાવી દીધી તો રાગથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ થયો પરંતુ રાગ સાથે આવ્યો નહીં. તેનું નામ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન છે. ત્રિકાળી ભગવાનનું સત્ય દર્શન થયું-સત્ય વસ્તુ પૂર્ણાનંદનું દર્શન થયું-પ્રતીત થઈ, જ્ઞાનમાં શેય થયું. પહેલાં પર્યાયમાં ય થયું તો તેની પ્રતીત થઈ, તેમ અનુભવે છે.
“શું કરીને અનુભવે છે? જ્ઞાનાત્ વિવેવતય સમ્યજ્ઞાન દ્વારા લક્ષણભેદ
કરીને.”
જુઓ, ભાષા અહીંથી જ ઉપાડી છે. “(વિવેવ તયા) લક્ષણભેદ કરીને.” બન્નેના લક્ષણ ભિન્ન છે. પુણ્ય-પાપનું લક્ષણ તે બંધનું લક્ષણ છે. ભગવાન આત્મા અબંધ સ્વરૂપી છે. આવી વાતો છે.
તેનું વિવરણ-શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું લક્ષણ; તેથી જીવ અને પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે.
શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર પ્રકાશ સ્વરૂપ છે. તે જીવનું લક્ષણ છે. એ લક્ષણથી જીવ જાણવામાં આવે છે. અચેતન તે પુગલનું લક્ષણ છે. તે કર્મ જડ છે અને અચેતન છે અને પુણ્ય પાપ નિશ્ચયથી અચેતન છે. આ રીતે બન્નેનું લક્ષણ ભિન્ન-ભિન્ન જાણીને. આ રીતે જીવ અને પુદ્ગલનું લક્ષણ ભિન્ન-ભિન્ન છે તે કારણે બે પદાર્થ ભિન્ન-ભિન્ન છે. પુણ્ય-પાપ અને આત્મા બન્ને ભિન્ન છે તેને ભેદજ્ઞાન કહેવાય છે.
પ્રવચન નં. ૭૪
તા. ૨૩-૮-'૭૭
વિવરણ-શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ, તેથી જીવ અને પુગલ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે.”
પુણ્ય ને પાપનું અચેતન લક્ષણ છે, આત્માનું ચૈતન્ય લક્ષણ છે, આ રીતે બન્નેને લક્ષણથી ભિન્ન જાણવા. શરીર, મન, વાણી તો ભિન્ન છે પરંતુ રાગાદિ આત્માથી ભિન્ન છે.
અહીંયા કર્તાકર્મ અધિકાર છે. આત્માની પર્યાયમાં દોષ ન હોય તો તેને આનંદનો અનુભવ હોવો જોઈએ. ન્યાય બરાબર સમજાય છે ને! આત્મા વસ્તુ-પદાર્થ છે. તેની દશામાં જો દોષ ન હોય-વિકાર ન હોય તો તેના સ્થાને, વાસ્તવિક સ્વરૂપે અતીન્દ્રિય આનંદનો અનુભવ હોવો જોઈએ. પરંતુ અંદરમાં અર્થાત્ પર્યાયમાં દોષ તો છે. આ પુણ્ય-પાપ, રાગ-દ્વેષના ભાવ તે દોષ છે. દોષ છે તો દોષને કાઢવાનો છે. જો દોષ ન હોય તો તેને કાઢવાનો તો પ્રશ્ન જ નથી. સમજાણું!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk