________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૬૯ પણ એમ કહેતા હતા કે-ધૂન લગાવવા વાળા ધૂનિયા (પોતાની ધૂન લગાડ.) - હિન્દી આત્મધર્મમાં “ધ'ના ૧૩ બોલ પહેલે પાને આવ્યા છે. ગુજરાતી આત્મધર્મમાં તો પહેલાં આવી ગયું હતું. “ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” આ અમે ફાગણ મહિનામાં ભાવનગર હિરાલાલજીના મકાનમાં બનાવ્યું હતું. તેમણે ૮૦ હજાર આપ્યા અને ચીમનભાઈના દીકરા શાંતિભાઈ ઝવેરીએ એક લાખ કાઢીને આપ્યા. પૈસાની શું કિંમત છે ભાઈ !
શ્રોતા:- બન્ને પરમાત્મા છે.
ઉત્તર- આ તો તેમના શુભ ભાવની વાત ચાલે છે. વિહાર કરીને ત્યાં ગયા હતા, ત્યાં સ્વાગત થયું અને એક દિવસ વ્યાખ્યાન પણ આપ્યું. રાત્રિમાં ચર્ચા કરી પરંતુ રાત્રે તાવ ઘણો હતો, સાડાત્રણથી ચાર ડીગ્રી તાવ હતો પછી વ્યાખ્યાન બંધ થઈ ગયા પછી ત્યારે ત્યાં આ બોલ બનાવ્યો હતો.
“ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની., ભગવાન આત્મા ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. જેને સત્યાર્થ અને ભૂતાર્થ કહીએ છીએ તે ધ્રુવ ને અગીયારમી ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. “વત્યમસિવો નુ સમ્માવિઠ્ઠી વરિ નીવો.” ભૂતાર્થ.. સત્યાર્થ ભગવાન ત્રિકાળ સત્ સ્વરૂપ છે તેને ધ્રુવ કહે છે. તે ધ્રુવનું ધામ છે. તેને ધ્યાનમાં ધ્યેય બનાવ. “ધધકતી ધૂણી” ને વૈર્યથી અને ધીરજથી ધ્યેયમાં એકાગ્રતાની ધૂન લગાવી દે! હિન્દીમાં ધગતી છે તે અમારે ગુજરાતીમાં ધધકતી છે. “વૈર્યથી ધધકતી ધૂણીનો ધારક ધર્મી ધન્ય છે. ”
કોઈ સમ્યગ્દષ્ટિ જીવ દ્રવ્યકર્મપિંડ અને શુદ્ધ ચૈતન્ય માત્રનું ભિન્નપણું અનુભવે છે.” દ્રવ્યકર્મ પિંડ અર્થાત્ જડ પુદ્ગલ. અહીં પુદ્ગલથી લીધું છે પરંતુ અંદરના ભાવકર્મ પણ સાથે લઈ લેવા. ભગવાન તો શુદ્ધ ચૈતન્ય વસ્તુમાત્ર છે. આ પુણ્ય પાપના બધા ભાવ છે તે કર્મપિંડમાં જાય છે. આ પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. હું ચૈતન્યમાત્ર છું એવો જેને અનુભવ થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. તેનું નામ ધર્મની પહેલી સીટી પહેલું સોપાન છે. છ ઢાળામાં આવે છે-મોક્ષ મહલની પહેલી સીઢી.
આહા... હા! કહે છે કે-આ રાગ ને પુણ્ય-પાપના ભાવથી ચૈતન્યનું ભિન્નપણે કેવી રીતે થાય છે તે કહે છે. આ પુણ્ય-પાપના ભાવની રુચિ અને લક્ષ છે તે છોડી દે! તેની પાછળ આનંદકંદ ભગવાન બિરાજે છે ત્યાં દૃષ્ટિ લગાવી દે! આકરી વાત છે ભાઈ ! વીતરાગનો માર્ગ તો આવો છે.. અપૂર્વ વાત છે.
શ્રોતા:- આ તો (જગતથી) નિરાળી વાત છે.
ઉત્તર- નિરાળી વાત છે એ સાચી વાત છે. શેઠિયા પણ હવે રસ લ્ય છે ને! આતો... નિરાળી વાત છે નાથ ! તેનું શું કહેવું?!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk