________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૦૯
ચૈતન્યધાતુમય છે. દ્રવ્ય કદી અશુદ્ધ થયું જ નથી. પર્યાયમાં અશુદ્ધતા અને સંસાર છે. મોક્ષમાર્ગ પણ પર્યાયમાં છે અને સિદ્ધપદ પણ પર્યાયમાં છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. અરે.. ! ભગવાનના માર્ગમાં અત્યારે ભારે ગરબડ ચાલે છે. કાળ એવો આકરો છે.
પાઠમાં ‘સદા નિશ્ચલ ' તે શબ્દ પડયો છે ને! સદા નિશ્ચલ ચૈતન્ય ધાતુમય આત્માના સ્વરૂપની દ્રઢતામાં રહે છે. દ્રઢતા કહેતાં તેમાં પર્યાય આવી ગઈ. સદા નિશ્ચલ ચૈતન્ય ધાતુમય આત્મ વસ્તુ તે ત્રિકાળી દ્રવ્ય છે, તે સ્વરૂપમાં દ્રઢતાથી રહ્યો છે તો તે પર્યાય થઈ. જે અશુદ્ધતા હતી તેનાથી ભિન્ન કરીને તે શુદ્ધ ચૈતન્ય ધાતુમાં લીન થયો. એ.. જે લીન થયો તે શુદ્ધ પર્યાય છે, વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. લોજીકથી, ન્યાયથી, યુક્તિથી સત્ બેસવું જોઈએને ? આમ ઉ૫૨ ઉપ૨થી કોઈ માની લ્યે તો તેવી ચીજ નથી. અંદ૨ જ્ઞાનમાં તેનો ભાસ થવો જોઈએ. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલ્લજીએ ‘ ભાવભાસન
.
કહ્યું છે. ભાવ ભાસન અર્થાત્ ભાવનું જ્ઞાન થયું. આ આવું છે તેમ જ્ઞાનમાં આવવું જોઈએ. એ ભાવના ભાસન વિના તારી ચીજની (તને કયાં ખબર છે?) આહા..! સમજમાં આવ્યું!?
'
ઓહો.. હો.. હો..! સંતોએ તો દાંડી પીટીને જગાડયા છે. જાગ રે જાગ નાથ! આનંદનો કંદ પ્રભુ રાગમાં કયાં સૂઈ રહ્યો છે! સચ્ચિદાનંદ પ્રભુ અનાદિથી રાગમાં સૂઈ રહ્યો છે. તે પોતાની જાગૃતદશા પ્રગટ ન કરતાં ઉંઘ લ્યે છે. તેને હવે કહે છે કે–એકવા૨ પુણ્ય-પાપના ભાવની નિદરું લેવાનું છોડી દે! અને જાગૃત થઈ ચૈતન્ય ધાતુમાં આવી જા ! સમજમાં આવ્યું?
કેટલાક કહે છે કે–સમાજમાં આવી સૂક્ષ્મવાત ન કહેવી. પણ સૂક્ષ્મ ને યથાર્થ વસ્તુ આ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એવો પાઠ છે કે-દ્રવ્યાનુયોગનું મૂળ રહસ્ય સભામાં આવવું જોઈએ. અરે.. રે ! આવું જીવન કયારે આવશે ભાઈ ! ફરીને આવી વાણી મળવી મુશ્કેલ. સત્ય વાત બહાર આવી તો વિરોધ થયો. વિરોધ તારી દૃષ્ટિનો છે ભગવાન ! તારી ધાતુ જે ચૈતન્યમય છે તેને જો !
અહો ! દિગમ્બર સંતોનો કોઈ પણ ગ્રંથ લ્યો, તે આત્માને ચૈતન્ય સ્વભાવમાં થંભાવી દે છે.
(પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૪૯ )
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk