Book Title: Kalashamrut Part 2
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 379
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૫૯ ૩૬૭ “pવે મMતિ શુદ્ધ” એને જે શુદ્ધ તરીકે જાણે તેને (પર્યાયામાં શુદ્ધતા પ્રગટે છે.) ટીકામાં તો એમ લીધું કે-શુભને અશુભ ભાવ તે તો અચેતન-જડ છે. ભગવાન જ્ઞાયકભાવ જડ રૂપે કેવી રીતે થાય? ભાઈ એક એક ગાથામાં અમૃત ભર્યા છે. સમયસાર એટલે શબ્દબ્રહ્મ. ભગવાનની સીધી શબ્દ બ્રહ્મવાણી છે. ત્યાં ટીકામાં લીધું કે-શુભાશુભ ભાવે થતો નથી માટે જ્ઞાયક ભાવ પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. ભગવાન તો જ્ઞાયક સ્વરૂપે છે. તે પ્રમત્ત અપ્રમત્ત કેમ નથી? કેમકે જ્ઞાયકભાવ શુભાશુભરૂપે થતો નથી માટે તેને પ્રમત્ત અપ્રમત્ત દશા લાગુ પડતી નથી. તે શુભ-અશુભ ભાવો જડ છેઅચેતન છે. ચૈતન્ય પ્રકાશનું નૂર તે અચેતનપણે કેમ થાય !! ઝીણી વાત છે ભગવાન ! માર્ગ તો પ્રભુનો બહુ સૂક્ષ્મ છે. અને જેના ફળમાં અનંત આનંદ પ્રગટે અને ભવ ભ્રમણ ન રહે. સમજમાં આવ્યું? આહાહા! સમ્યગ્દર્શનની ચીજમાં અને તેના ધ્યેયમાં ભવ છે જ નહીં અને ભવના ભ્રમણ છે નહીં. જ્ઞાયક સ્વરૂપનો અનુભવ-પ્રતીતિ તેવા સમ્યગ્દર્શનમાં વર્તમાનમાં આનંદ છે અને જેના ફળમાં અતીન્દ્રિય આનંદરૂપી મોક્ષ મળશે એ ચીજ કેવી હોય. ભાઈ ! સમજમાં આવ્યું? આગલા બે કળશમાં ભોક્તા અને કર્તામાં મિથ્યાષ્ટિ જીવ લીધો હતો. અહીંયા આ કળશમાં સમ્યગ્દષ્ટિ જીવ લીધો છે, હવે તેને કર્તા અને ભોક્તાની દૃષ્ટિ છૂટી ગઈ છેધર્મીજીવને. આહાહા..! સમ્યગ્દષ્ટિ અર્થાત્ સત્યદૃષ્ટિ જેની છે તેને જ્ઞાયકભાવ પૂર્ણ આનંદસ્વરૂપ સત્યાર્થ-બૂતાર્થ છે. ત્રિકાળી આનંદ કંદ જ્ઞાયક ભૂતાર્થ અને સત્યાર્થ છે તે ૧૧મી ગાથાનો સાર છે. “મૂવલ્પમસ્સિવો વતુ સમ્માવિઠ્ઠી વવ નીવો” સત્યાર્થ ભગવાન-સત્ સાહેબ-સત્ સ્વરૂપ છે. તે પૂર્ણ આનંદ, પૂર્ણજ્ઞાન, પૂર્ણ દર્શન અને પૂર્ણ વિર્ય આદિ પૂરણ શક્તિથી ભરેલો છે. આપણે જીવત્વ શક્તિ ચાલે છે ને ભાઈ ! ગઈકાલથી અંદરમાં બીજો ધ્વનિ ચાલે છે તો.. આવા વિચારો આવ્યા. સર્વ ને પૂર્ણ એવી જીવત્વ શક્તિથી હું ભર્યો છું. સર્વ ને પૂર્ણ એવી ચિત્તિ શક્તિથી હું ભર્યો છું. સર્વ ને પૂર્ણ એવી દર્શનશક્તિથી હું ભર્યો છું. એક એક શક્તિ ઉપર “સર્વ ને પૂર્ણ' એવો બોલ લગાવી દ્યો.. ૪૭ શક્તિમાં. શ્રોતા- જીવત્વ શક્તિથી પૂર્ણ છે. ઉત્તર-શક્તિઓના અધિકારમાં જીવત્વ શક્તિ પહેલી લીધી ને! તો સમયસારની બીજી ગાથામાં “જીવ ચરિત દર્શન ' ત્યાંથી શરૂઆત કરી છે. શ્રી કુંદકુંદાચાર્યે વોછામિ' ત્યાંથી પહેલી ગાથા શરૂ કરી. બીજી ગાથામાં “જીવો ત્યાંથી ઉપાડ્યું છે. ‘નીવો' શબ્દ છે તેમાંથી જીવત્વ શક્તિ કાઢી છે. જે જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય પ્રાણથી જીવે છે તેને જીવત્વ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401