________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭)
કલામૃત ભાગ-૨ આત્મા ચૈતન્ય હીરલો છે. જેમ હીરાને પાસા હોય તેમ ચૈતન્ય હીરામાં અંદર અનંત શક્તિના પાસા પડ્યા છે. આવા ચૈતન્યને પહેલા જ્ઞાનથી તો નક્કી કરે ! નિર્ધાર તો કરે- હું શુદ્ધ ચૈતન્ય છું અને રાગાદિ પર છે તેનું ભેદજ્ઞાન કરવું તેનું નામ ભેદજ્ઞાન ને ધર્મ છે. અરે! જેનાથી ભેદ કરવાનો છે તેથી (રાગાદિથી) ધર્મ થાય છે? આ શું કહ્યું? શુભ અશુભભાવથી શુદ્ધ ચૈતન્યને ભિન્ન કરવો છે અને જેનાથી ભિન્ન કરવો છે તે ચીજથી ધર્મ થાય? શુભાશુભથી તો ભિન્ન કરવો છે અને તે ચીજથી ધર્મ થાય છે? આવી વાત છે ભાઈ ! (વીતરાગ મારગમાં) ઘણો ફેરફાર થઈ ગયો. પુણ્ય પાપના વિકલ્પથી રુચિ હઠાવી અને આનંદનો નાથ પ્રભુ છે ત્યાં દૃષ્ટિ લગાવવી તે વાત છે. શ્વેતામ્બરમાં આનંદઘનજી સાધુ થયા. તેમણે ભક્તિમાં થોડી વાત કરી છે.
આશા ઔર ન કી કયા કીજે, જ્ઞાનસુધા રસ પીજે,
ભટકત દ્વાર દ્વારા લોકન કે, કુકર આશાધારી.” આ (શેરીમાં) કૂતરા હોય છે ને તે બરાબર દશ વાગ્યે બારણે આવીને બેસે છે. પછી બારણા બંધ હોય તો પણ બેસે છે. કૂતરો દ્વાર દ્વાર ભટકે છે. તેમ અનાદિથી આ આત્મા પુણ્ય ને પાપ ફળમાં કૂતરાની જેમ ભટકી રહ્યો છે.
આનંદઘન પ્રભુના આસ્વાદના રસિયા રાગને છોડી દે એમ કહે છે. પરનો રસ છોડી દે! હવે તારી કરવટ બદલી દે! જેમ સૂતા સૂતા થાક લાગે તો કરવટ બદલી નાખે છે તેમ પુણ્ય-પાપની રુચિની કરવટ બદલી દે પ્રભુ! અનંતકાળથી ચૈતન્યને ભૂલીને પુણ્ય-પાપમાં ઘણું સૂતો. હવે એકવાર નિર્વિકલ્પ રસ લે પ્રભુ! આ પુણ્ય ને પાપના રાગથી ભિન્ન ભગવાન નિર્વિકલ્પ ચીજ છે. તે નિર્વિકલ્પ ચીજનો રસ પીવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજમાં આવ્યું? હજુ તેને વિધિની ખબર ન મળે એને કઈ રીતે અને કે 'દી સમકિત પામે !
અહીંયા કહે છે-(વિશેષમ્ ) શબ્દ છે. દ્રવ્ય કર્મ અને ચૈતન્યમાત્રનું ભિન્નપણું જાણ. બન્નેને આમ વિશેષ જાણે. બન્નેને એક નહીં. પુણ્ય પાપના ભાવ અને ચૈતન્ય તે બેની વિશેષતા-ભિન્નતા જાણે.
કર્તાકર્મ અધિકારની ૬૮/૬૯ ગાથામાં “વિશેષ” શબ્દ આવે છે. જીવ જ્યાં સુધી આસવ અને સ્વભાવનું વિશેષ જાણતો (નથી ત્યાં સુધી અજ્ઞાની છે.) પુણ્યને પાપ બન્ને આસવ છે. જેમ વહાણમાં છિદ્ર થાય છે તો તેમાંથી પાણી આવે છે. તેમ પુણ્યપાપના ભાવ છિદ્ર છે.. ત્યાંથી કર્મ આવે છે. તેનાથી ધર્મ થતો નથી.
અહીંયા કહે છે-(વિશેષમ) ભિન્નપણું અનુભવે છે. આહા.. હા! વિશેષ ભિન્નપણે અનુભવે છે. શુદ્ધ ચૈતન્ય તેનું ભિન્નપણું અર્થાત્ રાગનો અનુભવ તેમાં નથી. રાગથી ભિન્ન પડ્યો તો આત્માના અનુભવથી (રાગથી) ભિન્નપણાનો અનુભવ થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk