________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮
કલશોમૃત ભાગ-૨ આહા. હા! આ શરીર, વાણી, મન બધા પરમાણું વિખરાય જશે! ભગવાન ! એ તારી ચીજ નથી. પુણ્ય-પાપના ભાવ પણ તારામાં નહીં રહે તેથી તે તારી ચીજ નથી. તારી ચીજ હોય તે જુદી પડે નહીં. અને જુદી પડે તે તારી ચીજ નહીં. સમજમાં આવ્યું?
આપણે નવ શક્તિ-સર્વદર્શિત્વ સુધી ચાલી ગયું. સર્વજ્ઞત્વ શક્તિ આવ્યા છીએ. ત્યાં બીજી ગાથામાં “નીવો' કહ્યું તેમાંથી જીવત્વ શક્તિ તો પહેલી આવી ગઈ. જે જીવત્વ શક્તિ છે તે જ્ઞાન-દર્શન-આનંદ અને વીર્યના પ્રાણથી.. સર્વ રીતે પૂર્ણતાથી ભરેલો છે એવો ભગવાન છે. આહા. હા ! એવા જીવ ઉપર દૃષ્ટિ કરવાથી તે સત્યાર્થ વસ્તુ છે, તે ભૂતાર્થ વસ્તુ છે, તે સત્ સાહેબ છે. કબીરમાં (આત્માને) સાહેબ કહે છે. એ. આ સત્ સાહેબ! સમજમાં આવ્યું?
કબીર વણકર હતા. તે કપડાં વણતાં હતાં. ત્યાં એક માણસ આવ્યો તો કબીરે તે માણસ ઉપર ધ્યાન ન આપતાં પોતે કપડાં વણતાં રહ્યાં. પછી પેલા માણસે કબીરને પૂછયું કે-કબીર સાહેબ! તમે અમારી ઉપર તો ધ્યાન આપતા નથી. તમારું ધ્યાન તો વણકરના કામમાં છે. અમે બે કલાક થયા બેઠા છીએ જોઈએ છીએ તો પછી તમારું ધ્યાન પરમાત્મામાં કેવું હશે !? પછી કબીરે જવાબ આપ્યો.
“ધૂનરે ધૂનિયા અપની ધૂન
જાકી પૂનમેં પાપ ન પુણ્ય.” જૈન સમાચાર છાપું સ્થાનકવાસીમાં આવતું તેમાં આ જવાબ હતો. આ વાત સંવત ૧૯૬૪, ૬૫, ૬૬ની વાત છે. ત્યારે તો અમે દુકાન ઉપર બેસતા હતા ને! અમે તો ભગત.... નિવૃત્ત. પછી દુકાન ઉપર બેઠા-બેઠા આવું વાંચતા હતા.
કબીરને આ તત્ત્વની દૃષ્ટિ ન હતી છતાં પણ તે આવી વાત કરતા હતા. જૈન તત્ત્વદર્શનની શૈલી જ જુદી છે આખી. આવી વાત દુનિયામાં કયાંય છે નહીં. તે પણ એમ કહેતા હતા કે-અરે..! ધૂનિયા ધૂન લગાવવા વાળા.. તું પોતાની ધુન લગાવી દે! તારી ધૂનમાં પાપ ને પુણ્યને છોડી દે! ધૂનના ધૂનિયા.. અર્થાત્ ધૂન લગાડવાવાળો ધૂનિનો ધણી..“ધૂનરે ધૂનિયા અપની ધૂન”, આહા.. હા! ભગવાન શુદ્ધ ચૈતન્યઘન છે નાથ તેની ધૂન લગાડ. ધૂનિયા તારી ધૂન ત્યાં લગાવી દે! જે ધૂનમાં પાપ ને પુણ્ય નથી. આહા... હા! કબીર જેવા આવું કહે છે. તે તો અન્યમતિ હતા. તેને તો સર્વશે કહેલા આત્માની વાતની આવી ખબર ન હતી. તે તો ઇશ્વરને સર્વ વ્યાપક આદિ માનતા હતા.
અમે (નાની ઉંમરમાં) બધું જોયું છે. પાલેજમાં કબીરપંથી હતા. અમે તો ત્યાં સાંભળવા જતા હતા. સ્થાનકવાસીની જેમ તે મૂર્તિને માનતા ન હતા. કબીરનો એક યુવાન છોકરો હતો તે બહુ વૈરાગી હતો. તત્ત્વની ખબર નહીં પણ વૈરાગ્યની એવી વાત કરે !. એવી વાત કરે.! આત્માની વાત કરે પણ સર્વશે કહી છે એવી વાત છે નહીં. એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk