________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪
કલશામૃત ભાગ-૨ કર્મની સામગ્રીમાં મૃગ તૃષ્ણાથી પોતાની માની દોડે છે. કે તેમાંથી મને શાંતિ મળશે, સુખ મળશે. આહા... હા! તે મૃગ તૃષ્ણાની પેઠે હરણિયાની જેમ મૃગ તૃષ્ણામાં પાણી પીવા માટે જાય છે. તેમ ભગવાન આત્મા પોતાને ભૂલીને જે વિક્તભાવ, વિકતભાવનો બંધ અને બંધનું ફળ સંયોગ તેને મારું માનીને મૃગજળમાં પીવા માટે જાય છે. સમજમાં આવ્યું? ઇંદોરમાં કાચનું મંદિર છે, ત્યાં એક કડી-(ગાથા) લખેલી છે.
“ચક્રવર્તીકિ સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ,
કાગ વીટ સબ માનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.” ત્યાં ઇંદોરમાં બતાવ્યું હતું. જુઓ, માણસની વિષ્ટા તો ખાતરમાં પણ કામ આવે છે. જ્યારે કાગડાની વિષ્ટા ખાતરમાં કામ નથી આવતી. કહે છે-“ચક્રવર્તીની સંપદા” કેટલી? ૯૬ હજાર સ્ત્રી, ૭૨ હજાર નગર, ૫૦ હજાર પાટણ, ૯૬ કરોડ ગામ હોય છે. “ઇન્દ્ર સરીખા ભોગ” તેમાં કરોડો અપ્સરા, અસંખ્ય દેવોનો તે લાડો-સ્વામી તે બધું “કાગ વટ સમ” માને છે. આ તો કાગડાની વિષ્ટા છે. આ તમારી ધૂળ તેને વિષ્ટા કહી. શુભભાવને ભગવાને ઝેર કહ્યો છે. પરંતુ અહીંયા તો એમ લેવું છે કે “રાગ વીટ સબ માનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” આહાહા ! સમ્યગ્દષ્ટિને પુણ્ય-પાપનું બધું મહાભ્ય ચાલ્યું ગયું છે અને પોતાના આત્મ સ્વરૂપના આનંદનું મહાભ્ય અંદરમાં આવી ગયું છે. તેને પુણ્ય-પાપની મહત્તા દૃષ્ટિ માંથી છૂટી ગઈ છે. આ વાત પ૯ શ્લોકમાં આવશે.
મુંબઈમાં અમે ભોજન કરવા ગયા હતા. શાંતાબેનનાં નણદોયા મણિભાઈ છે. તેમની પાસે પાંચ-છ કરોડ રૂપિયા છે. ત્યાં ભોજન કરવા ગયેલા, પછી પગલાં કરાવ્યા. તે એમ માને કે મહારાજના પગલાં કરાવીએ તો પૈસા થઈ જાય. અહીંયા અમારી પાસે તો એવું કાંઈ નથી. અહીંયા તો આત્માની વાત છે. ત્યાં મખમલના ગાલીચા પાથરેલા તે એક ગાલીચો પાંચ લાખનો હતો. તે ગર્ભઘર કહેવાય ત્યાં મને તો એવો વિચાર આવ્યો કે-અરે! અહીંયાથી નીકળવું ભારે મુશ્કેલ પડી જશે ભાઈ ! આ બધા ઠાઠ હાડકાં-મસાણના છે. મસાણના હાડકાંની ફોસફરસ છે. મૃગતૃષ્ણામાં મૃગલો પાણી પીવા દોડે છે. તેમ અજ્ઞાની ભગવાન આત્માને ભૂલીને, આનંદના નાથને ભૂલીને, અજ્ઞાનથી પરમાં સુખબુદ્ધિ માને છે. પરમાં મજા માનીને દોડે છે.
શ્રોતા:- દોડતો ભલે હોય પણ તેમાં ઘણો આનંદ આવે છે.
ઉત્તર- તેમાં આનંદ નથી-દુઃખ છે. કાલે દાંત આપ્યો તો ને જેઠ માસમાં ઘણી ગરમી હોય અને બાળકને વધારે દૂધ પીવડાવ્યું હોય તો ઝાડા થઈ જાય છે. એક વરસદોઢવરસનું હોય અને નગ્ન શરીર હોય તો પાતળા ઝાડા છે તે તેને ઠંડા લાગે છે. તેના શરીરને ઝાડા ઠંડા લાગે છે. તે તેમાં હાથ નાખે છે. આવું બધું અમે જોયું છે. બાળકને શું! (તેને કયાં ખબર છે) અંદર હાથ પડી જાય તો ઠંડક લાગે છે. તેમ અજ્ઞાની પોતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk