________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
કલશાકૃત ભાગ-૨ નિર્મળાનંદ પ્રભુ રાગનું કારણ કેવી રીતે થાય ! સમજમાં આવ્યું!
૪૭ શક્તિમાં એક અકાર્ય કારણત્વ નામની શક્તિ છે. અમૃતચંદ્રાચાર્યે તે શક્તિને ૭રમી ગાથામાંથી કાઢી છે. અહીંયા એ કહે છે કે-ભગવાન ચિદાનંદ સ્વરૂપ, નિત્યાનંદ પ્રભુ જે જ્ઞાન ને આનંદનું દળ છે તે પુણ્ય-પાપના પરિણામનું કાર્ય પણ નથી અને પુણ્યપાપના ભાવનું કાર્ય પણ નથી. આહા. હા! કેમકે આત્મામાં અકાર્ય કારણત્વ નામની શક્તિ-ગુણ પડયો છે. સમજમાં આવ્યું? ઝીણી વાતું ભારે ! તેથી લોકોને એમ લાગે કે સોનગઢની એકલી નિશ્ચયાભાસની વાતો છે. વ્યવહારની વાત બતાવતા નથી. ભગવાન ! તારા હિતની વાત છે નાથ ! ભગવાને પુષ્ય ને પાપના ભાવને દુઃખરૂપ કહ્યાં અને જે દુઃખરૂપ ભાવ છે તે સુખનું સાધન કેવી રીતે થાય? સમજમાં આવ્યું? ભગવાન આત્માતો દુઃખનું કારણે નથી અને દુઃખનું કાર્ય પણ નથી. અર્થાત્ આ શુભભાવ છે તો સમ્યગ્દર્શનનું કાર્ય થાય છે તેમ નથી. બીજું શુભભાવ છે તો સમ્યગ્દર્શન કારણ અને શુભરાગ કાર્ય એમ પણ નથી.
અહીં કહે છે-કર્મ સંયોગે પરિણમે છે તે પોતાનું સ્વરૂપ નથી. આ કળશ કર્તા ને બતાવનારો છે. પ૭ કળશમાં ભોક્તાની વાત હતી. માટે અજ્ઞાનથી વિભાવ પરિણામનો કર્તા પણ થાય છે. તે શુભભાવનો કર્તા પણ અજ્ઞાનથી થાય છે. હવે તે કહે છે કે શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થશે. અરે.. પ્રભુ! ઘણી દૂરની વાત છે. પૂર્વ-પશ્ચિમ જેટલો ફેર છે. ફૂલચંદજીએ ખાનિયા તત્ત્વચર્ચામાં લીધું છે કે તમારી શ્રદ્ધામાં અને અમારી શ્રદ્ધામાં પૂર્વ-પશ્ચિમનો ફેર છે.
સામેવાળા એમ કહે છે કે-આમ થાય છે. આમ થાય છે. રાગથી થાય છે. ભાઈ ! શું થાય? માણસને અંદરની જે શક્તિ છે તે પ્રતીતમાં ન આવે તેથી ઉંધુ કહે. જેને પરમાનંદની મૂર્તિ પ્રભુ પ્રતીતમાં, જ્ઞાનમાં, પર્યાયમાં શેય તરીકે ન આવે, તેને રાગને પુણ્ય-પાપ શેય તરીકે આવે છે. , તે વિકાર છે. તે અજ્ઞાન ભાવથી કર્તા થાય છે. સ્વભાવતો રાગને કરે તેવો છે નહીં. સમજમાં આવ્યું? દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. જેમ રામનું બાણ ન ફરે એમ વાણી ન ફરે. અફર વાણી અને અસર કરે એવી વાણી છે.
દષ્ટાંત કહે છે-“મૃIT: મૃતૃળિsi અજ્ઞાનાત્ નદયા પાતું ઘાવત્તિ” જેમ હરણો મૃગજળને (જ્ઞાનાત્) મિથ્યા ભ્રાંતિથી (નધિયા) પાણીની બુદ્ધિએ પીવા માટે દોડે છે.”
અરેરે...! મૃગલા મૃગજળને પાણી માની પીવા માટે જાય છે. તે મિથ્યાભ્રાંતિને કારણે પાણીની બુદ્ધિએ પીવા માટે દોડે છે. તેમ આ આત્મા મિથ્યાભ્રાંતિને લઈને પુણ્ય ને પાપના ભાવમાં સુખ લેવા અજ્ઞાની દોડે છે. સમાજમાં આવ્યું?
જેમ હરણ મૃગજળમાં પાણી પીવાને માટે દોડે છે ત્યાં પાણી છે નહીં છતાં પાણી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk