________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬O
કલશાકૃત ભાગ-૨ તા. ૨૧-૮-'૭૭
પ્રવચન નં. ૭૩
કળશટીકાનો ૫૮ નંબરનો શ્લોક ચાલે છે. પ૭ માં શ્લોકમાં એમ ચાલ્યું કે પુણ્ય ને પાપ તેનો ભોક્તા આત્મા નહીં. કેમકે પુણ્ય-પાપભાવ વિકાર છે. પરનો તો ભોક્તા નથી. શરીર, વાણી, મન તે પરપદાર્થનો ભોક્તા છે નહીં. પરંતુ અંદર પુણ્ય ને પાપનાશુભાશુભ વિકારી ભાવ થાય છે તેનો ભોક્તા આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો અનુભવમાં જે આનંદ અને શુદ્ધતા પ્રગટયા તેનો ભોક્તા છે. તે તેનો સ્વભાવ છે.
પંડિતજી.. જુઓ! અહીંયા “á ભવત્તિ' તે શબ્દ પડ્યો છે ને! ત્ર' શબ્દ કેમ લીધો? જયચંદજીએ કર્તા શબ્દ લીધો છે. સંસ્કૃતમાં – ભવન્તિ' તે શબ્દ લીધો છે. ૫૮ કળશ – મવનિત'નો શ્લોક છે. તેનો અર્થ-જેમ સમુદ્ર નિશ્ચળ છે પરંતુ પવનના નિમિત્તથી તરંગ ઊઠે છે અને આ તરંગનો કર્તા સમુદ્ર થાય છે.
જેમ સમુદ્ર નિશ્ચળ છે તેમ ભગવાન આત્મા દરિયો-સમુદ્ર તે જ્ઞાનસ્વરૂપમાં નિશ્ચળ છે. તેમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય હોવા છતાં પણ કર્મના સંયોગમાં સંબંધ કરીને વિકાર ઉત્પન્ન કરે છે તેથી તે વિકારનો કર્તા આકુળતાથી થાય છે. અહીં તો આવી વાત છે.
હમણાં બીજે એ ચાલે છે કે-શુભરાગ તે મોક્ષનો મારગ છે. એમ કહે છે. શુભોપયોગ-શુભરાગ તે મોક્ષમાર્ગ છે. અહીંયા તો કહે છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! શુભરાગ તેનો કર્તા થવું તે પર્યાયબુદ્ધિ-મિથ્યાબુદ્ધિ છે અને તે મિથ્યાદૃષ્ટિ છે. અહીંયા તો શુભરાગને અજીવમાં નાખી દીધો છે. શુભરાગ તે જીવનું સ્વરૂપ નથી એમ કહ્યું ને!? આહા.. હા! જરી સૂક્ષ્મ વાત છે. સમજમાં આવ્યું?!
આહા ! શુદ્ધ જ્ઞાનમય શુદ્ધ સ્વરૂપ આત્મા છે. તે તો જ્ઞાનમય ચૈતન્યમય પ્રભુ આત્મા છે. ચૈતન્ય પ્રકાશનો પુંજ આત્મા હોવા છતાં પણ કર્મના સંયોગનો સંબંધ કરે છે. તો તેમાં પુણ્ય-પાપના ભાવ થાય છે. અને અજ્ઞાનભાવે તેનો કર્તા થાય છે. સમાજમાં આવ્યું? સૂક્ષ્મવાત છે ભાઈ !
તેવી જ રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી તો અકર્તા છે.” સ્વરૂપથી તો ભગવાન અકર્તા છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી તો દયા-દાન, વ્રત-ભક્તિનો શુભરાગ તેનો પણ અકર્તા છે. સમજમાં આવ્યું?
કર્મ સંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે.”
કર્મ એક જડ પદાર્થ છે. તેનાથી નહીં પણ તેનો સંગ કરવાથી.. વિકારના પરિણામ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk