________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮
કલશોમત ભાગ-૨ કોની માફક? “વાતોત્તરાધિવત” પવનથી ડોલતા-ઉછળતા સમુદ્રની
માફક.”
આહા. હા! સમુદ્ર તો નિશ્ચળ છે પણ અહીં તેનું દૃષ્ટાંત આપવું છે કે-વાયુને કારણે સમુદ્ર ડોલે છે. ડોલે છે તે પોતાની પર્યાયને કારણે વાયુથી સમુદ્રની તરંગો ઉઠતી નથી. અહીંયા એમ બતાવવું છે કે-કર્મનું નિમિત્ત છે તેમાં જાય છે તેથી તને વિકલ્પચક્ર ઉઠે છે. આવી વાત છે. સમજમાં આવ્યું?
કર્તાકર્મ અધિકારમાં ૮૩ ગાથામાં આ દાંત આવી ગયું છે. સમુદ્રમાં તરંગ ઉઠે છે તેમાં વાયુ નિમિત્ત છે. પરંતુ વાયુથી તરંગ ઉઠતી નથી. કળશ પ૬માં એમ લીધું કે તારી અશુદ્ધ પરિણતિ તારાથી છે તે સિદ્ધ કર્યું. ૮૩ ગાથામાં લીધું કે સમુદ્ર છે તે ઉછળે છે તે વાયુના કારણે નહીં. જે તરંગ ઉઠે છે તે પોતાથી છે, તરંગમાં વાયુ નિમિત્ત છે. વાયુથી તરંગ ઉઠતી નથી. સમજમાં આવ્યું? આ કપડાંની ધજા જે ફરકે છે તે વાયુથી નહીં. પોતાની પર્યાયથી તે ફર.... ફર થાય છે... વાયુ તો તેમાં નિમિત્ત છે. વાયુ ધજાને સ્પર્શતી નથી.
પ્રશ્ન:- ધજા તો હવાથી ફરતી દેખાય છે ને?
ઉત્તર- તે હવાથી ફરતી નથી એમ અહીંયા કહે છે. અહીંયા તો બીજી વાત કહેવી છે. નિશ્ચળ સમુદ્રની સ્થિતિ બતાવવી છે.
અહીં શુદ્ધ જ્ઞાનમય ધન આત્માને બતાવવો છે. જેમ વાયુના નિમિત્તથી તરંગ ઉઠે છે તેમ કર્મના નિમિત્તથી અંદર તરંગ ઉઠે છે વિકલ્પના ચક્ર ઊઠે છે. આમાં તો સંદેહને કોઈ સ્થાન નથી.
“પવનથી ડોલતા ઉછળતા સમુદ્રની માફક” અહીં સમુદ્રને નિશ્ચળ લેવો છે. સમુદ્રમાં જે તરંગ ઊઠે છે તે વાયુથી ઊઠે છે તેમ અહીં સિદ્ધ કરવું છે. તેમ ભગવાન આત્મા.. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ સ્થિર છે, તેમાં નિમિત્તના સંબંધથી તમે વિકલ્પનું ચક્ર ઊઠાવો છો. એમ અહીં સિદ્ધ કરવું છે.
ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઉછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે.
જેમ સમુદ્રનું સ્વરૂપ નિશ્ચળ છે તેમ અહીંયા આત્માનું સ્વરૂપ નિશ્ચળ એકરૂપ છે. આહા.. હા ! વાયુથી પ્રેરિત થઈને ઊછળે છે અર્થાત્ તરંગને ઊછળવામાં વાયુ નિમિત્ત છે.. તેમ અહીંયા સિદ્ધ કરવું છે. પ૬ કળશમાં કહ્યું તેમ અહીંયા જેવું છે કે-તરંગ ઊઠે છે તે પોતાથી છે.
અહીંયા તો હવે આત્મા શુદ્ધ જ્ઞાનમય છે તેમ બતાવી ને વિકારરૂપે કર્મના સંયોગથી પરિણમે છે તેમ કહેવું છે. વિકારી પરિણામ નિમિત્તની સાથે સંબંધ રાખીને ઉત્પન્ન થાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk