________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપs
કલશાકૃત ભાગ-૨ પ્રભુ છે. પુણ્ય-દયા-દાન-રાગનો અકર્તા છો એવો તારો સ્વભાવ છે ને ! આહા.. હા ! ભાષા કેવી આવી છે જુઓને! તું તો સ્વભાવિક જ્ઞાનમય છો ને નાથ !
શ્રોતા:- ભાષા તો જેવી છે તેવી છે પરંતુ સ્પષ્ટતા ઘણી છે. ઉત્તર- વાણી આવવી તે પણ લોકોના ભાગ્ય છે ને ! વાણી તો વાણીને કારણે છે. શ્રોતા:- કોના કારણે છે?
ઉત્તર- પં. દોલતરામજીકૃત દેવ સ્તુતિમાં આવે છે કે “ભવિ ભાગન વચજોગે વશાય.” ભવ્યોના ભાગ્ય જોગે આવી દિવ્ય ધ્વનિ નીકળે છે. તે નિમિત્તથી કથન છે ભવીના ભાગ્યે વાણી આવે છે. હે. નાથ! તમે તો વીતરાગ છો. તમારામાંથી વાણી નીકળે છે એ તો છે જ નહીં. ભવી ભાગન જોગ દિવ્ય ધ્વનિનો પ્રસાદ આવે છે. (શ્રોતા:- અમારે માટે આ વાત ઘણી છે.)
આહા.. હા! ગજબ વાત છે ને! જુઓને ! અર્થ કરનારે પણ ગજબ અર્થ કર્યો છે ને! જીવ સ્વભાવિક-સહજ શુદ્ધ જ્ઞાનમય છે. એમ કહેતાં શું કહે છે? તારો સ્વભાવ પરનો રાગનો અકર્તા છે. શુદ્ધ જ્ઞાનસ્વભાવમાં કરવું છે નહીં. તો પછી તું અહીંયા શું કરે છે ભગવાન! હઠથી આ તું શું કરે છે? શબ્દ છે-“બળજોરીથી” (ત્રમવત્તિ) બળાત્કારથી જ કરે છે. વસ્તુમાં નથી એવું જોર મિથ્યાષ્ટિ પણે બળાત્કારે ઉલ્ટા વીર્યથી તમે રાગના કર્તા થાવ છો. આવો મારગ માણસને આકરો પડે. પણ પરમ સત્ય તો આ છે.
શ્રોતા- પ૬ કળશ અને ૫૮ કળશમાં મોટો ફેર છે.
ઉત્તર:- પ૬ કળશમાં એમ આવ્યું 'તું કે શુભ-અશુભની પરિણતિ તેનો કર્તા જીવ જ છે. તે પરિણમન તારું જ છે. ત્યાં તો પરથી ભિન્ન પાડવાની વાત હતી. અને પર્યાયની સિદ્ધિ કરવી હતી. હવે અહીંયા દ્રવ્ય સ્વભાવની સિદ્ધિ કરવી છે. સમજમાં આવ્યું!? પ૬ કળશમાં કહ્યું કે-અશુદ્ધ પરિણતિ પણ તારામાં થાય છે. તે તારી પર્યાય છે. ત્યાં તો પર્યાયની (પરથી ભિન્ન) સ્વતંત્રતાની સિદ્ધિ કરવી છે. જ્યારે અહીંયા દ્રવ્ય સ્વભાવની સિદ્ધિ કરે છે.
ભગવાન તારો સ્વભાવ તો જ્ઞાનમય અને આનંદમય છે ને પ્રભુ! અને આ તમે શું કરો છો? હઠથી, બળથી, જોરાવરી કરીને રાગનો કર્તા થાય છે-આ શું કરે છે? તું હઠથી શું કરે છે? આવો હુઠવાદી કેમ થયો છે તું?! સમજમાં આવ્યું?
શ્લોક પ૬ માં તો શુદ્ધ અશુદ્ધ પરિણતિની પર્યાય તારી છે અને તું તેનો કર્તા છો એટલું પરદ્રવ્યોથી ભિન્ન કરાવવા કહ્યું "તું. ત્યાં તે પરિણતિ પોતાની છે એટલું કહેવું હતું, હવે અહીંયા કહે છે-એ રાગની પરિણતિ તારા સ્વભાવમાં નથી. પ૬ શ્લોકમાં એમ કહ્યું કે “ગાત્મા કાત્મ માવ રાતિ.” ભાવનાના અર્થ એ છે. અશુદ્ધ પરિણતિ અને શુદ્ધ પરિણતિ તે તારાથી તારામાં થઈ છે એટલું કહી પરથી ભિન્ન બતાવવું છે. પરથી થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk