________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪
કલશામૃત ભાગ-૨ આકુલિત થાય છે. સર્વજ્ઞ પરમેશ્વરનો આ માર્ગ છે. હવે તેને એકાંત છે.. એકાંત છે કરીને કાઢી નાખે છે. આ વાત તો અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે.
શ્રોતા:- વ્યવહારથી ધરમ થાય તેમ આપ કહેતા નથી ને?!
ઉત્તર- ત્રણકાળમાં કહેવાના નથી. વ્યવહાર દુઃખરૂપ છે, વ્યવહાર ઝેર છે. ઝેરનો સ્વાદ જે કર્તા થઈને લ્ય છે તે મિથ્યાષ્ટિ છે.
શ્રોતા- તમારી પાસે ઘણી નયો છે! ઉત્તર- આ નય નથી તો શું છે? શ્રોતા:- કોઈ પણ નય લાગુ કરી ધો છો!
ઉત્તરઃ- કોઈ નય તો લાગુ પડે છે. નિશ્ચયનયથી રાગનો કર્તા નથી તે લાગુ પડે છે. અજ્ઞાનભાવે કરે છે તે લાગુ પડે છે.
શ્રોતા- અશુદ્ધ નિશ્ચયનયથી રાગનો કર્તા છે ને !?
ઉત્તર- અશુદ્ધ નિશ્ચયનયથી કર્તા કહો કે વ્યવહારથી કર્તા કહો અથવા પરમાર્થથી કર્તા ન કહો તે બધી એક જ વાત છે.
આ માર્ગ પ્રભુનો છે ભાઈ ! મનુષ્ય દેહ ચાલ્યો જાય છે. ક્ષણે ક્ષણે. દિવસ ને રાત જે મુદત છે દેહ છૂટવાની તેની સન્મુખ જાય છે. ભાઈ ! જે દેહ છૂટવાની મુદત છે એ તો પાકી છે, તેમાં કોઈ સમયનો ફેર થવાનો નથી. જે ક્ષેત્રે, જે કાળે જેવી રીતે દેહ છૂટવાનો ભગવાને જોયું છે તે સમયે છૂટશે. છૂટવાના કાળના જેટલા દિવસ જાય છે તે મૃત્યુની સન્મુખ જાય છે.
અહીંયા પરમાત્મા એમ કહે છે. અરે.. પ્રભુ! તું શુદ્ધ છે ને! “શુદ્ધજ્ઞાનમયા:” પ્રભુ! તું શુદ્ધ જ્ઞાનમય છે ને! અહીં જ્ઞાનમય કહ્યું તેમાં આનંદમય આવી ગયું. આ જ્ઞાનપ્રધાનથી કથન છે. પ્રભુ તું તો આનંદમય છે ને ! તું તો રાગના અકર્તા સ્વરૂપ છે ને! તું તો વ્યવહાર રત્નત્રયના વિકલ્પના અકર્તા સ્વરૂપ છે ને! શુદ્ધ જ્ઞાનમય નો અર્થ કેતું તો રાગના અકર્તા સ્વરૂપ પ્રભુ છે ને! આહા.. હા ! ગજબ શ્લોક છે. દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. જેમ રામનું બાણ છૂટે અને સામાનું મૃત્યુ ન થાય તેમ બને નહીં. એમ અહીં રામબાણનો માર માર્યો.
આહા... હા ! પ્રભુ! તું શુદ્ધ જ્ઞાન છે ને! તું તો જ્ઞાતાદેષ્ટા સ્વભાવથી ભર્યો પડ્યો છે ને ! પ્રભુ તું તો વીતરાગ સ્વરૂપથી પરિપૂર્ણ ભર્યો પડ્યો છે ને! આવી ચીજ હોવા છતાં પણ બળાત્કારે-મિથ્યાત્વના જોરથી કર્તા થાય છે. ભાષા તો જુઓ! વળી રાજમલ્લજીએ ટીકા પણ એવી કરી છે. તે ગૃહસ્થ હતા. બનારસીદાસજીએ કળશટીકા ઉપરથી નાટક સમયસાર બનાવ્યું છે. તેમાં લખ્યું છે “પાન્ડે નિમિત્તે વિનધર્મી, નાદ સમયસર છે મુર્તી”
,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk