________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩પ૩ મુનિ છે અને વીતરાગી મુનિ કહે એ સત્ય જ છે. પરંતુ દુનિયાને સર્વજ્ઞની શાખ આપીને કહે છે. “નિનવર પૂર્વ મતિ” સમયસારની ગાથામાં કુંદકુંદાચાર્ય આ રીતે કહે છે. બંધ અધિકારમાં આવે છે કે-પરને જીવાડવા, મારવા, સુખી કરવા એ તારું અધ્યવસાન છેમિથ્યાત્વ છે. એવું જિનવરદેવ કહે છે. ભગવાનનું નામ લઈને તેઓ કહે છે. ધન્ય અવતાર... આ તો મુનિ વીતરાગી સંત છે. એક કષાય છે તે છટ્ટ ગુણસ્થાને આવે છે તે પણ હેય બુદ્ધિએ આવે છે. કર્તા બુદ્ધિએ આવતો નથી. જો કર્તબુદ્ધિ હોય તો મિથ્યાષ્ટિ છે. પ૭ નંબરના શ્લોકમાં ભોક્તાની વાત બતાવી મિથ્યાષ્ટિ બતાવ્યો. હરખ-શોકનો ભોક્તા મિથ્યાષ્ટિ પોતાના આનંદના સ્વાદનો ભોક્તા નથી. છેલ્લા પદમાં છે– “છત્રીસવંત્યાઘુના:” પ૮ માં છે.
ભાઈ ! આ તો શાંતિનો મારગ છે. આમાં કોઈ ઝપટ બોલાવે, કોઈ ધમાલ કરેમોટી રથયાત્રા કાઢે, મોટા મંદિરો બંધાવે, મોટા ભાષણ કરે. માટે ધરમ થઈ જાય છે તેમ નથી.
અહીંયા તો કહે છે પ્રભુ! ભાષાનો કર્તા આત્મા તો નહીં. તે તો પરમાણુની સ્વતંત્ર પર્યાય છે, પરંતુ તારો જે દયા-દાન, વ્રત-ભક્તિનો શુભરાગ તેનો બળાત્કારે (તું) કર્તા થાય છે. આહા.. હા! ભગવાન શુદ્ધ સ્વરૂપ, આનંદકંદ પવિત્ર પરમાત્મા.. બળાત્કારે અપવિત્ર-અશુદ્ધ રાગાદિનો કર્તા થાય છે-તેમ કહે છે.
અમૃતચંદ્રાચાર્યની ભાષા તો જુઓ! આહા... હા ! તેઓ દિગમ્બર સંત હતા. ધન્ય અવતાર તેમનો કે જેમણે મનુષ્ય અવતાર સફળ કર્યો. બાકી કેવળજ્ઞાનનો કાળ નહીં એટલે કેવળજ્ઞાન ન થયું. અહીંથી સ્વર્ગમાં ગયા, ત્યાંથી નીકળીને મુક્તિ પામશે. ધન્ય અવતાર તેમનો.... ચારિત્ર સહિત આવી વીતરાગતા જ્યાં હતી.
તે અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે-ભગવંત તારું સ્વરૂપ તો નિર્મળ-શુદ્ધ છે ને નાથ ! રાગ જે અશુદ્ધ છે તેનો બળાત્કારે તું કર્તા કેવી રીતે થાશ!? સ્વભાવમાં તો રાગ છે નહીં તું તારી વિપરીત દૃષ્ટિથીબળાત્કારથી રાગનો કર્તા થાય છે.
એકવાર ઇદોરમાં અહીંની વાતનો વિરોધ કરવા પચાસ પંડિતો ભેગા થયા હતા. તે કહે–પર દ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર નથી. અરે. ભગવાન ! પ્રભુ ! ભાઈ.. આ શું કહે છે! ભગવાનનું મંદિર બનાવવું, મૂર્તિ આદિ બિરાજમાન કરવી તેવી પરદ્રવ્યની ક્રિયાની તો અહીંયા વાતે ય નથી.
અહીંયા કહે છે–પ્રભુ તું શુદ્ધ છે ને ! તે શુદ્ધને અશુદ્ધતાનો કર્તા માનવો તે બળાત્કાર છે. તારી દષ્ટિ મિથ્યાત્વરૂપ થઈ જાય છે-એમ કહે છે. તારી શક્તિમાં તારો પ્રભુ તો પવિત્રતાના પિંડરૂપે પડ્યો છે. તે પવિત્રતાને છોડીને, તે શુદ્ધ પ્રભુ રાગનો કર્તા છે નહીં તો પણ; જોરથી રાગનો કર્તા થઈને મિથ્યાષ્ટિ દુઃખી થાય છે. “ફર્ટીમવન્તિ નાના:”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk