________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩પ૧ પાઠમાં ‘મની ' શબ્દ પડયો છે. ભગવાન આત્મા સહજ સ્વાભાવિક આનંદસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે. અનાદિથી સહજ શુદ્ધ સ્વરૂપે જ છે. તોપણ અજ્ઞાનથી-જૂઠી દૃષ્ટિથી આકુલિત થતા થકા તે શુભાશુભમાં પોતાની રુચિ રાખીને આકુલિત થાય છે. તે આકુળતાના પંજામાં પકડાય ગયા છે.
આહા. હા ! આ મને અનુકૂળ છે-પૈસા, સ્ત્રી, કુટુંબ એવો રાગ ભાવ તે આકુળતાએ તેને પકડી લીધો છે. આ પ્રતિકૂળતાનું દુઃખ, વિંછી નું દુઃખ આદિ છે તે તો તેને અડતું નથી. પરંતુ તે તરફનો અઠીકનો ભાવ તેને અણગમો ઉત્પન્ન કરે છે. તેને ષમાં અર્પણતા ઉત્પન્ન થઈ ગઈ. આહા.. હા! સૂક્ષ્મ વાત છે ભગવાન! આહા. હા! તે કર્તા થઈને આકુળતા કરે છે. તે ભોક્તા થઈને આકુળતાને વેદે છે. અહીં કહે છે-અજ્ઞાની કર્તા થઈને આકુળતાને વેદે છે.
કહ્યું? જુઓ! “મિથ્યાષ્ટિને લીધે આકુલિત થતા થકા (સ્ત્રમવત્તિ)” ભાષા જુઓ! અહીંયા એ કહે છે કે તે બળાત્કારે અર્થાત્ બળજોરીથી જ કર્તા થાય છે. આ શું કહો છો?! આહા.. હા! ભગવાન તો શુદ્ધ જ્ઞાનમય જ્ઞાતા-દેષ્ટા છે તે બળાત્કારે રાગનો કર્તા થાય છે. ઉલટા અર્થાત્ વિરુદ્ધ જોર કરીને રાગનો કર્તા થાય છે. આવી નિશ્ચયની સત્ય વાત લોકોને એકાંત લાગે. કાંઈ કરવાનું જ નહીં !? આગ્રામાં એક ભાઈ એમ કહેતા કે-કરવું ધરવું કંઈ જ નહીં તેથી તમારે ઘણી મજા છે. અરે.. ભગવાન! તારે શું કરવું છે? પ્રભુ! તે એમ કહે કે-ભક્તિ, દયા-દાન આદિ કંઈ કરવાનું નહીં તેથી બહુ મજા છે. અરે! ભગવાન ! બાપુ.! આ તું શું કહે છે?! આ કરું, રાગને કરું. ત્યાં મરવું છે. તેમાં આત્માની શાંતિનો નાશ થાય છે. ન્યાલચંદભાઈ સોગાનીજીએ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં લખ્યું છે કે “કરના સો મરના હૈ.આમ કરવું, આમ કરવું... રાગ કરવો તે મરવું છે. અહીંયા તે વાત કરે છે.
શું કહ્યું! જુઓ, બધા સંસારી શુદ્ધ સ્વરૂપ છે (શુદ્ધજ્ઞાનમય:) શુદ્ધ જ્ઞાનમય હોવા છતાં પણ , શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જ્ઞાતા-દેખા આનંદકંદ પ્રભુ હોવા છતાં બળજોરીથી અર્થાત્ ઉલટી દૃષ્ટિથી રાગનો કર્તા થાય છે. ઝીણી વાત છે ભાઈ ! સમજમાં આવ્યું?! વિતરાગ માર્ગ વીતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે તે રાગ ભાવથી ઉત્પન્ન થતો નથી. રાગ પોતે દુઃખ અને આકુળતા છે. તો પછી વ્યવહાર રત્નત્રય કરતાં કરતાં નિશ્ચય થાય છે એવું છે નહીં. પ્રભુ! તું છેતરાઈ જઈશ! મનુષ્ય જિંદગી ચાલી જાય છે. અને કર્તા બુદ્ધિમાં ભવાબ્ધિના-ચોરાશીના અવતાર ઉભા રહેશે
અહીં કહે છે-ભગવાન આત્મા શુદ્ધસ્વરૂપ, પવિત્ર સ્વરૂપ, આનંદસ્વરૂપ, ભગવત્ સ્વરૂપ આત્મા હોવા છતાં પણ બળાત્કારે. પોતાના સ્વરૂપનો આશ્રય ન કરીને; અનાદર કરીને આ પુણ્ય ને પાપના ભાવ વિકલ્પ જે રાગ તેનો કર્તા થાય છે. સમાજમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk