________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨
કલશામૃત ભાગ-૨ આવ્યું ? વિષય સૂક્ષ્મ છે. ધ૨મ કોઈ એવી ચીજ છે જેમાં સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.. તેનું નામ ધરમ છે. ભક્તિ કરી, પૂજા કરી, વ્રત કર્યા... એમ ધ૨મ કર્યો...! આ શેઠિયાઓને નવરાશ ન મળે. કદાચ નવરાશ હોય તો શુભભાવમાં ધરમ મનાવે. પેલા કહે–આ કરવું, વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી શું તે ધ૨મ નથી ? કરુણાદીપ માં મોટું પાનું ભરાઈને આવ્યું છે.
મખનલાલજી કહે છે
કૈલાસચંદજી કહે
શુભભાવ ધર્મ છે–મોક્ષનો માર્ગ છે. શુભભાવ બંધનું કારણ છે. શુભભાવને ઠેય માને તે મિથ્યાર્દષ્ટિ છે.
કુંદકુંદાચાર્યે શુભભાવને ઠેય કહ્યો છે તો શું કુંદકુંદાચાર્ય મિથ્યાદૅષ્ટિ થઈ ગયા ?
મખનલાલજી- કૈલાસચંદજીને મોટી ચેલેન્જ આપે છે. આટલા વર્ષો પછી હવે પંડિતો.. પંડિતો વચ્ચે ચર્ચા થઈ.
શ્રી પ્રવચનસારના પહેલા ભાગમાં રાગને હેય કહ્યું છે. વીતરાગી રત્નત્રય જ ઉપાદેય છે. જ્યાં સુધી વીતરાગી સાતમું ગુણસ્થાન ન હોય ત્યાં સુધી છઠ્ઠ ગુણસ્થાને આનંદના સ્વાદની સાથે વચ્ચે રાગ આવે છે... પણ, તે રાગનો કણ હેય છે. આત્મ અનુભવીને ૬ઠ્ઠા ગુણસ્થાને ત્રણ કષાયના અભાવ પૂર્વક આનંદની લહેર ઉઠે છે. મુનિરાજ તો આનંદના પ્રચુર વેદનમાં પડયા છે. તેમને પણ પુરુષાર્થની કમજોરીથી પાંચ મહાવ્રતનો રાગ આવે છે પણ તે હેય છે.
મખનલાલજી કહે
કૈલાસચંદજી કહે
અહીંયા કહે છે–શુભભાવનો કર્તા થાય છે તે મિથ્યાર્દષ્ટિ છે. તે કહે-શુભભાવ મોક્ષનો માર્ગ છે. આટલો ફેર.. પ્રભુ ! શું થાય !
આ વસ્તુની સ્થિતિ આવી છે. વસ્તુ આવી જ છે. અમે તો પહેલેથી જ કહીએ
છીએ.
અહીંયા કહે છે–ભગવાન ! સાંભળ તો નાથ ! તમે તો ભગવાન સ્વરૂપ છો ને નાથ ! અતીન્દ્રિય આનંદકંદ છો ને નાથ ! રાગ જે તારી ચીજમાં નથી તેને બળાત્કારે કેમ કરવા જાશ ? આ પુણ્યના પરિણામનો બળાત્કારે કર્તા થઈને.. વિપરીત જો૨થી કર્તા થાય છે એમ કહે છે. આહા.. હા ! આવો માર્ગ છે ભાઈ ! હજુ તો વસ્તુના સ્વરૂપનું જ્ઞાનેય નથી તો શું સત્ય છે અને શું અસત્ય છે તેનો પ્રયોગ અંદરમાં કેવી રીતે કરે ? અને ધર્મ કેવી રીતે થાય ?
આ તો ત્રણ લોકના નાથ સર્વજ્ઞ ૫૨મેશ્વરનો હુકમ છે.. તે આચાર્ય કહે છે. નહીંતર આચાર્ય પોતે કહે તે સત્ય જ છે. તેઓ મહા સંત-વીતરાગી મુનિ છે.. છતાં પણ તે એમ કહે છે કે-‘ જિનવ૨દેવ આમ કહે છે.’ કુંદકુંદાચાર્યદેવ આમ કહે છે હોં ! નહીંતર એ તો
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk