________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૬૧ થાય છે માટે વિભાવનો કર્તા પણ થાય છે. કર્તા પણ થાય છે તેમ કેમ કહ્યું? તે જ્ઞાનમય હોવા છતાં પણ.. તે કર્મના સંયોગથી અર્થાત્ સંગથી. લક્ષ કરીને. કર્મના સંયોગના સંબંધે પર્યાયબુદ્ધિવંત અજ્ઞાની શુભભાવ કરે છે અને તેનો કર્તા પણ થાય છે. જ્ઞાતાપણ છે પરંતુ તે તો સ્વરૂપે છે. તે રાગનો કર્તા પણ થાય છે. પરંતુ તે અજ્ઞાનથી થાય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ !
ભગવાન ચૈતન્ય જ્યોત તે પ્રકાશનો પૂંજ છે. અને રાગાદિ તે અંધકાર છે. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ હોય તો પણ તે અશુચિ મેલ છે. સમયસારની ૭ર ગાથામાં રાગને અશુચિ કહ્યો છે. ભગવાન નિર્મળાનંદ તે રાગથી ભિન્ન છે. નિર્મળાનંદની દૃષ્ટિ ન કરતાં. રાગ જે અશુચિ છે-મેલ છે તેની દૃષ્ટિ કરે છે. તો તેને મેલનો અનુભવ થાય છે.
ભગવાન આત્મા શુચિ છે અને રાગ અશુચિ છે. આચાર્યદેવ તો “ભગવાન આત્મા’ કહીને બોલાવે છે. પુણ્ય-પાપના ભાવ તે અશુચિ-મેલ છે. પ્રભુ! જેમ પાણીમાં કાદવ-( કીચડ) મેલ છે તે મેલપણે અનુભવમાં આવે છે. તેમ આત્મામાં શુભ ને અશુભ ભાવ મેલપણે અનુભવમાં આવે છે. અમૃતચંદ્ર આચાર્યે ૭ર ગાથાની સંસ્કૃત ટીકામાં “ભગવાન આત્મા’ લીધું છે. જે નિર્મળાનંદ પ્રભુ છે તે નિર્મળાનંદમાં મલિનતા કયાંથી આવી? તેમ કહે છે. આ પુણ્ય ને પાપના ભાવને તો ૭ર ગાથામાં જડ કહ્યું છે. કેમકે રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરના તેજનો અભાવ છે. ભગવાન આત્મા ચૈતન્ય પુંજ પ્રભુ છે. પછી તે રાગ દયા-દાન, વ્રત-ભક્તિનો હો પરંતુ તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે.
અહીંયા કહે છે કર્મોને અડવાથી પોતામાં વિકાર થાય છે. તે વિકાર જે દયા-દાન, વ્રત-ભક્તિના વિકલ્પનો શુભરાગ થયો તેને સર્વજ્ઞ પરમાત્મા જડ કહે છે. કેમકે ચૈતન્ય સ્વભાવના પ્રકાશના તેજના પૂરમાં તે રાગાદિનો અંશ પણ નથી. રાગાદિ તો અંધકારનું અંકુર છે. આહા.. હા ! આવી વાત આકરી પડે.. , પરંતુ માર્ગ તો આ છે ભાઈ ! અરે ! અનંતકાળથી ચોરાશીના અવતારમાં જન્મ-મરણ કરીને દુઃખી છે, વ્યથાથી પીડિત છે.
ભગવાન આત્મા પવિત્ર છે. તેનો ચૈતન્ય શાંત સ્વભાવ છે. જ્યારે પુણ્ય-પાપના ભાવ અચેતન-જડ છે. ૭ર ગાથામાં ત્રીજો બોલ એવો લીધો કે પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે. અનંતકાળથી તેને પોતાની ચીજ શું છે તેની ખબર નથી. ચિદાનંદ સ્વરૂપ, ભગવાન ભગવત્ સ્વરૂપે બિરાજમાન છે.
પરમાત્મા નિજાનંદ પ્રભુને છોડીને. શુભ અશુભ ભાવ કરે છે તો તેને કહે છે કેતે દુઃખરૂપ ભાવ છે. આહા.. હા! ભગવાન આત્મા દુઃખરૂપનું કાર્ય નથી અને દુઃખનું તે કારણે નથી. એ શું કહ્યું? દુઃખરૂપ જે શુભભાવ છે તેનું તે કારણ નથી. તે વીતરાગ થયો છે તેમ નથી. રાગ છે ત્યારે રાગનું કારણ નથી. અને રાગનું કાર્ય નથી. આહા... હા !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk