________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫૯ છે. અરે...! કયાંક એમ કહે કે–તારી પર્યાયમાં વિકલ્પની તરંગો ઊઠે છે તે તારાથી ઊઠે છે કર્મથી નહીં. એમ કહીને પર્યાયની (સ્વતંત્રતા) સિદ્ધ કરવી છે. અને અહીંયા તો શુદ્ધ જ્ઞાનઘન આત્માને સિદ્ધ કરવો છે. ત્યાં પરિણતિ સિદ્ધ કરી.
જેમ સમુદ્ર નિશ્ચળ છે; છતાં વાયુના નિમિત્તથી તરંગ ઊઠે છે, તેમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપે સહજ હોવા છતાં પણ કર્મનાં નિમિત્ત તારામાં “
વિજ્યવર વર ” અનેક વિકલ્પ ઊઠે છે. વાયુ પ્રેરિત થઈને ઊછાળે છે છતાં ઉછળવાનો કર્તા થતો નથી. કોણ? દરિયો.
તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મ સંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો-કર્તા પણ થાય છે;”
ભાષા જુઓ ! શુદ્ધ જ્ઞાનમય આત્મા રાગનો અકર્તા જ છે. વ્યવહાર રત્નત્રયના રાગનો પણ.. આત્મા અકર્તા જ છે. શુદ્ધ જ્ઞાનમય કહીને એ કહેવું હતું કે-રાગનો અકર્તા છે તેવો તેનો સ્વભાવ છે. રાગનો કર્તા બને તેવો તેનો સ્વભાવ નથી. આહા.... હા ! આવી વાત! અજાણ્યા માણસને એવું લાગે કે-આ શું કહે છે? એની ભાષા શું છે કાંઈ ! બાપુ! ભગવાનના મારગ તો આવા છે.. ભાઈ !
તું તો આનંદકંદ છે ને નાથ ! રાગનો-વિકલ્પનો અકર્તા છો તેવો તારો સ્વભાવ છે ને નાથ ! તું બળાત્કારે મિથ્યા શ્રદ્ધાથી કર્તા થાય છે, એ તારી (સ્વભાવ પ્રત્યેની) શંકા છે. વાત તો આકરી છે થોડી.
જુઓ, ત્યાં કહ્યું તું ને! શુદ્ધ જ્ઞાનમય. એ શુદ્ધ જ્ઞાનમયમાં આ સિદ્ધ કરવું હતું કેશુદ્ધ જ્ઞાનમય તો રાગના અકર્તા સ્વભાવ સ્વરૂપે છે એમ કહેવું છે. તે કર્મ સંયોગથી વિભાવરૂપે પરિણમે છે. જુઓ, કર્મથી નહીં પણ કર્મના સંયોગથી વિભાવરૂપે પરિણમે
છે. સંયોગ ઉપર દૃષ્ટિ કરે છે તો વિકલ્પ ચક્ર એકદમ ઊઠે છે. માટે કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે.
જેમ સમુદ્ર નિશ્ચલ હોવા છતાં પણ વાયુના નિમિત્તથી તરંગ ઊઠે છે તેમ ભગવાન તારો રાગના અકર્તાપણે રહેવાનો સ્વભાવ હોવા છતાં પણ... કર્મનાં સંયોગ નામ સંબંધથી તું રાગનો કર્તા થાય છે. તેથી અજ્ઞાનપણે વિભાવપણાનો કર્તા પણ થાય છે. જોયું! અજ્ઞાનથી વિભાવનો કર્તા થાય છે. સ્વરૂપથી કર્તા થતો નથી. સ્વરૂપે તો જ્ઞાનઘન ચૈતન્ય પ્રભુ છે, તેના કારણથી નહીં પણ, અજ્ઞાનથી વિભાવનો કર્તા થાય છે. આ વિકલ્પ જે રાગ છે તેનો કર્તા થવાનો જીવનો સ્વભાવ તો છે નહીં. જો સ્વભાવ હોય તો કયારેય કર્તા થવાનું છૂટે નહીં અને ક્યારેય સિદ્ધપદને પ્રાપ્ત થાય નહીં. કરવું તે વિભાવ છે સ્વભાવ નહીં. સમજમા આવ્યું!? ભાષા તો સાદી છે ભગવાન ! થોડું કહ્યું ઘણું સમજવું. આ ચીજની આવી વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk