________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૯ આહા... હા ! થોડો જ્યાં શુભભાવ થયો-દયા-દાન, વ્રત-તપ, ભક્તિ-પૂજા આદિ તો તેમાં હરખ માને છે. અમારું કંઈક (કાર્ય) થયું! અહીંયા પરમાત્મા ફરમાવે છે કેએ હરખ છે તે દુઃખ છે. આહા.. હા ! એ દુઃખના સ્વાદમાં અજ્ઞાની મશગુલ થઈ ગયો છે, તો આનંદસ્વરૂપ ભગવાનનો અનાદર થઈ ગયો. જ્યારે ધર્મીની તો પુણ્ય ને પાપના ભાવમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. હરખ-શોકમાં સુખબુદ્ધિ ઉડી જાય છે. જ્યારે અજ્ઞાનીને હરખ-શોકમાં સુખબુદ્ધિ-રુચિ પડી છે. આમ વાત છે. આવો ઝીણો માર્ગ ભારે ભાઈ !
અહીં હાથીનું અને શિખંડનું દષ્ટાંત આપીને ભોક્તાની વાત કરી. જે હરખ-શોકને ભોગવે છે તે ઝેરનો સ્વાદ લ્ય છે. આહાહા!
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
શુદ્ધતામેં મગન રહે, અમૃતધારા વરસે રે.” આ નાટક સમયસારનો શ્લોક છે. અમૃતચંદ્ર આચાર્યના કળશ ઉપરથી બનાવ્યું છે. આહા.. હા! આત્મા શુદ્ધ સ્વરૂપે.... આનંદસ્વરૂપે ભગવાન સ્વરૂપે છે. તેની સન્મુખ થઈને શુદ્ધતાનું જ્ઞાન કરે, શુદ્ધતામાં કેલિ કરે, શુદ્ધતામાં રમત કરે અને શુદ્ધતામાં મગ્ન રહે તેને આત્માના આનંદની અમૃતધારા વહે છે. તે આત્માનો સ્વાદ છે અને તેનું નામ ધર્મ કહેવામાં આવે છે. આવી ભારે વાત!
ચિકૂપ આત્મા ભગવાન સ્વરૂપ, આનંદસ્વરૂપ, નિત્યાનંદ સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ પ્રભુ જે અનાદિ અનંત ચૈતન્યઘન અને આનંદકંદ આત્માનો અનાદર કરીને, તેની ઉપરનું લક્ષ છોડીને આત્માથી વિરુદ્ધ એવા એકલા હરખ-શોકના, પુણ્ય-પાપના ભાવનો જે ભોક્તા થાય છે તે મિથ્યાદેષ્ટિ છે. આવી વાત છે. આ કળશમાં ભોક્તાની વાત કરી હવે કર્તાની વાત કરે છે. કર્તાને ભોક્તા બન્ને મિથ્યાષ્ટિ છે.
પ્રશ્ન:- અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે, તો શું કરવું?
ઉત્તર:- જ્ઞાનની પર્યાય ભલે જણાય, પણ જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જે અંશ દેખાય છે તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય તે હું એમ પ્રયત્ન ન કરવો. પરંતુ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે? તે દ્રવ્યને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ જાણ્યું, આ જાણ્યું એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં કરતાં, અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેના લક્ષણથી જ્ઞાયક ગ્રહણ થાય છે. પર્યાય ગ્રાહકરૂપે વચ્ચે આવે છે.
(સ્વાનુભૂતિ દર્શન-પ્રશ્ન નં. ૧૮૬)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk