________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૭
દાખલો છે. અહીંયા પૈસાવાળા કરોડપતિઓ ઘણાં બેઠા છે.. અંદ૨થી પૈસામાં મજા માને છે. ધૂળેય તેમાં મજા નથી.
અહીંયા કહે છે–શિખંડનો ખાટો-મીઠો સ્વાદ ગાયના દૂધ જેવો આવે છે. કેમકે તેને અતિશય આસક્તિ છે. “ ભાવાર્થ આમ છે કે સ્વાદ લંપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદ ભેદ કરતો નથી. એવું નિર્ભેદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિભેદપણું માનવામાં આવે છે.” તેમ અજ્ઞાની રાગનો સ્વાદ લઈને તે પોતાનો નિભેદ–અભેદ સ્વભાવ છે તેમ માને છે.. તેથી તે મિથ્યાર્દષ્ટિ છે, તેને સ્વરૂપની ખબર નથી.
પ્રવચન નં. ૭૨
તા. ૨૦-૮-’૭૭
કર્તાકર્મ અધિકારનો ૫૭ નંબરનો કળશ ચાલ્યો. તેમાં ભોક્તાની વ્યાખ્યા છે.. અને ૫૮ નંબરના શ્લોકમાં કર્તાની વ્યાખ્યા છે. શું કહે છે જ્યાં સુધી રાગ, પુણ્ય ને પાપના ભાવ તેનો તે ભોક્તા છે ત્યાં સુધી આત્માના આનંદના સ્વભાવના સ્વાદનો તેને અભાવ છે. ભોક્તાની વ્યાખ્યા કરતાં આચાર્યદેવે હાથીનું દૃષ્ટાંત આપ્યું છે. હાથી ઘાસ અને ચૂરમું એક સાથે ખાય છે, તેને વિવેક નથી કે ઘાસ અને ચૂરમું ભિન્ન ચીજ છે. તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલ ભગવત્ વસ્તુ છે તેનું અનાદિ કાળથી તેને ભાન નથી તો તે શુભ અશુભ રાગાદિ ને હરખ-શોક કરીને વેદે છે. આહા.. હા ! ઝીણી વાત છે ભગવાન !
શ્રી નાટક સમયસારમાં તેમજ શ્રીમદ્ઘમાં આવે છે કે–કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ પોતાની શુદ્ધતાને વિચારે, શુદ્ધતાને ધ્યાવે, શુદ્ધતામાં કેલિ કરે અને શુદ્ધતામાં મગ્ન રહે તેને અમૃતધારા વસે છે. પોતાની ચીજ જે આનંદસ્વરૂપ છે તેનો વિચાર કરીને પોતાનામાં મગ્ન રહે તેને આનંદનો સ્વાદ આવે છે.. તેને અહીં ધર્મી કહે છે, ધર્મીનો તે ધરમ છે.
66
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
',
શુદ્ધતા મેં સ્થિર રહે, અમૃતધારા વ૨સે રે.
આ કળશમાં એક હાથીનું અને બીજું શિખંડનું તેમ બે દૃષ્ટાંત આપ્યા. આ બન્ને દૃષ્ટાંતમાં ભોક્તાપણું સિદ્ધ કરવું છે. જેમ હાથી ઘાસ અને ચૂરમું એક કરીને ખાય છે તેના સ્વાદનો ભેદ તે જાણતો નથી તેમ અજ્ઞાની આનંદઘન પ્રભુ, ચિદાનંદસ્વરૂપ ચીજ તેનો સ્વાદ ન જાણીને તે હરખ-શોકનો અર્થાત્ પુણ્ય-દયા, દાન, વ્રત ભક્તિના ભાવમાં હરખનું વેદન કરે છે. તે હાથીની પેઠે અવિવેકી છે એમ કહે છે. ઝીણી વાત ભાઈ !
બીજા દેષ્ટાંતમાં એમ કહ્યું કે-શિખંડનો સ્વાદ તો ખાટો-મીઠો છે પરંતુ જે દારૂ પી ને બેઠો છે તેને શિખંડનો સ્વાદ ગાયના દૂધ જેવો લાગે છે. તેને ખાટા-મીઠાના સ્વાદનો
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk