________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૫ ભણતો હતો. તેનું નામ સુંદર અને તેના પિતાનું નામ રૂપા હતું. તેઓ જાતે ભાવસાર હતા. ઉમરાળામાં તે અમારી સાથે ભણતો. તેને એવી ટેવ થઈ ગઈ હતી કે-નાક માંથી ગંગા કાઢે, કાઢી અને બે દાંત વચ્ચે દાબે અને પછી જીભનું ટેરવું અડાડી તેનો સ્વાદ લ્ય! મેં કહ્યું-અરે. સુંદરજી ! આ કરો છો? આ શું કરો છો ભાઈ ! તે કહે મને ટેવ પડી ગઈ છે. વળી અમારી નજર બીજે જાય ત્યાં બીજો ગંગો કાઢે! ફરી કહ્યું ભાઈ ! તું આ શું કરશ? અમે બધાં આહીં બેઠા છીએ અને તું આવું કરે છે!? તે કહે-મને ટેવ પડી ગઈ છે.
તેમ અહીં પરમાત્મા કહે છે–તું છે તો સુંદર રૂપા. તું ક્ષણમાં પુણ્યના રાગ કાઢે છે, ક્ષણમાં પાપનો રાગ કરી અને તેનો સ્વાદ લ્ય છે તો તે ગંગાનો સ્વાદ છે, સુંદરનો સ્વાદ નથી. સમજમાં આવ્યું? અહીં તો નાની ઉંમરમાં બધી વિચારણા ચાલતી 'તી ને! કોઈ કાંઈ કહે, કોઈ કાંઈ કહે, વિચાર તો પહેલેથી જ બહુ ચાલતા. અરે...! તું શું કરે છે ભાઈ ! ભાઈ ! મને ટેવ પડી ગઈ છે.
કેવો છે આત્મા? “વિત્ત સ્વયમ્ જ્ઞાન ભવન ”િ એમ કહેશે. જ્ઞાનની સાથે આનંદ છે એમ નહીં. જ્ઞાન સાથે આનંદ છે તે સમયે કેવો છે આત્મા? “માત્મા યમ જ્ઞાનમ ભવન પિ” નિશ્ચયથી સ્વરૂપમાત્રની અપેક્ષાએ (જ્ઞાન ભવન ) જો કે જ્ઞાનસ્વરૂપ છે.
આત્મા તો જાનન સ્વરૂપે છે, વસ્તુ રાગ સ્વરૂપે છે જ નહીં. આહા.. હા ! જેનું સ્વરૂપ જ્ઞાન છે, સ્વ. રૂપ અર્થાત્ પોતાનું રૂપ જ્ઞાન છે. આહા.. હા ! પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન આત્મા છે. “સ્વયમ જ્ઞાન ભવન ”િ એ તો જ્ઞાતા-દેષ્ટા “હોવા છતાં પણ.”! આહા... હા ! જગત દેશ્ય છે, ભગવાન આત્મા દેખા છે. જગત શેય છે ભગવાન આત્મા જ્ઞાન છે એવો સંબંધ કહેવો તે પણ વ્યવહાર છે. આત્મા પોતાનામાં જ્ઞાનસ્વરૂપ જ છે. તે ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. તે પ્રકાશમાં રાગ અને પુણ્ય-પાપ છે જ નહીં. પુણ્ય-પાપ તો અંધકાર સમાન અચેતન છે. ચેતન સ્વરૂપ ભગવાન આત્મામાં અચેતન છે જ નહીં.
“જીવ કેવો છે? “સસૌ નૂનમ રસનિમ્ પત્ની માં યુમ વોfશ્વ રૂવ” આ છે જે વિદ્યમાન જીવ નિશ્ચયથી શિખંડ પીને એમ માને છે કે-જાણે ગાયનું દૂધ પીએ છે. શાનાથી? “વધીકુમધુરા સ્કુ૨સાતિગૃદ્ધયા” શિખંડમાં મીઠા અને ખાટા સ્વાદની અતિશય આસક્તિથી.”
જેમ કોઈ દારૂ પીધેલ પ્રાણી હો અને તેને શીખંડ આપો તો તેને ગાયના દૂધ જેવું લાગે. ખાટો-મીઠો સ્વાદ ખ્યાલમાં આવતો નથી. સમયસાર નાટકમાં દષ્ટાંત છે-કોઈ દારૂ પીધેલ હોય અને તેને શિખંડ આપો તો તેને ગાયના દૂધ જેવું લાગે છે. તેને શિખંડનો ખાટો-મીઠો સ્વાદ જ છૂટી ગયો છે. તેમ પોતાના સ્વરૂપને ભૂલીને જે મિથ્યાત્વરૂપી મેલમાં ચડી ગયો છે તેને આ પુણ્ય-પાપના ભાવ તે ખાટા-મીઠાની આસક્તિમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk