________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪
કલશામૃત ભાગ-૨ અહીંયા કહે છે કે જીવ કર્મની સામગ્રીને પોતાની માને છે. જીવ અને કરમનો વિવેક કરતો નથી. ભગવાનતો જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, જ્ઞાતા સ્વરૂપ છે, આ રાગ છે તે તો અંધકાર સ્વરૂપ, ઝેર સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે. તે બેનો વિવેક કરતો નથી. અરે..! પરિભ્રમણ કરતાં-કરતાં અનંતકાળ વીત્યો. મિથ્યાત્વભાવને કારણે નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કર્યા. રાગ મારી ચીજ છે એવો સ્વાદ લ્ય છે તે ઝેરનો સ્વાદ લ્ય છે. તેના ફળમાં ચારગતિમાં રખડવાનું થાય છે.
શાસ્ત્ર તો એવું કહે છે કે મિથ્યાત્વ તે સંસાર છે. સ્ત્રી, કુટુંબ પરીવાર, લક્ષ્મી એ સંસાર નથી, એ તો પરચીજ છે. સંસાર પોતાની પર્યાયમાં રહે છે. સંસાર પોતાની પર્યાયથી ભિન્ન ચીજ નથી. જે ભિન્ન ચીજ છે એ તો બીજી ચીજ છે. આહાહા..! મિથ્યાત્વ એજ સંસાર છે. એમ આચાર્ય પોકાર કરે છે. રાગ, પુણ્ય-પાપના ભાવને પોતાના માની સેવન કરવું તે મિથ્યાત્વ છે. અને તે જ સંસાર છે. સ્ત્રી, કુટુંબ, પરીવાર તે સંસાર નથી તે તો પરચીજ છે. પર ચીજમાં આત્માનો સંસાર કયાંથી આવ્યો? આત્માનો સંસાર તો મિથ્યાત્વભાવમાં આવ્યો. સમજમાં આવ્યું?
આહા ! મિથ્યાત્વ એ સંસાર છે. સ્ત્રી, કુટુંબ, દુકાન છોડી એટલે તેણે સંસાર છોડ્યો !? (શ્રોતા:- બરાબર છે.) ઉત્તર:- બિલકુલ બરાબર નથી. બાયડી, છોકરાં છોડયાં, દુકાન છોડી, લુગડાં ફેરવ્યા અને થઈ ગયા નગ્ન માટે ત્યાગી થઈ ગયા? એમ છે નહીં ભગવાન! ઝીણી વાતું બાપુ!
શ્રોતા:- કથંચિત્ સંબંધ છે...! ઉત્તર:- જરાય નહીં. પરનું ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. શ્રોતા- પરદ્રવ્યની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને !?
ઉત્તર- તે કઈ અપેક્ષાએ છે!? નિમિત્ત મટવાનો, રાગ ઘટવાનો એ અપેક્ષાથી કહે છે. રાગ ઘટયો એ અપેક્ષાએ કહે છે. નિમિત્તમાં પરની ક્રિયા લીધી છે. પરની ક્રિયા આત્મા કરી શકતો નથી. શરીરની ક્રિયા (ઉપવાસ આદિ) વ્રતની ક્રિયા તે આત્માની છે જ નહીં. (વ્રતાદિના) પરિણામ (ઇચ્છા) તેનો આત્મા કર્તા છે. આટલું કર્તાપણું ત્યાં કેમ લીધું? પરિણમે છે માટે કરોતી ક્રિયા લીધી છે. સમજમાં આવ્યું? બાકી દૃષ્ટિની અપેક્ષાએ તો એ કર્તવ્ય લાયક છે જ નહીં. સમ્યગ્દષ્ટિને પરિણમે છે માટે રાગનો કર્તા કહેવામાં આવ્યો છે. કરવા લાયક છે માટે કર્તા તેમ નહીં. પરંતુ પરિણમે સો કર્તા. સમાજમાં આવ્યું? વાત તો સ્પષ્ટ અને ચોખ્ખી છે.
આહા.. હા! અહીં તો કહે છે-કર્મની સામગ્રીને જીવ પોતાની જાણે છે. જીવનો અને કર્મનો વિવેક નથી કરતો આજથી પંચોત્તેર વર્ષ પહેલાની વાત છે. ત્યારે અમારી ઉંમર બાર-તેર વર્ષની હતી. નિશાળમાં અમારી સાથે ભાવસારનો છોકરો સુંદર રૂપા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk