________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬
કલશામૃત ભાગ-૨ શિખંડનો સ્વાદ અર્થાત્ ભગવાન આત્માનો સ્વાદ આવતો નથી. તેને. ૫૨નો, એકલા ઝેરનો સ્વાદ આવે છે. સમજમાં આવ્યું ? અરે.. ! આવી વાતું છે ભાઈ !
સમ્યગ્દષ્ટિને ભોગનો રાગ હોય છે.. પણ, તે રાગમાં ૨સ અને રુચિ નથી. સમજમાં આવ્યું ? નિર્જરા અધિકા૨માં તો એમ કહ્યું કે–જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. ભોગ તો બંધનું જ કારણ છે, પરંતુ તે તેનો જ્ઞાતા-દૃષ્ટા રહ્યો. ભોગનો રાગ જે આવ્યો તેનો હવે સ્વામી ન રહ્યો. આહા.. હા ! (૧) ભોગના રાગનો સ્વામિ નથી અને ( ૨ ) તેને ભોગના સ્વાદની રુચિ નથી. ધર્મીને ભોગના રાગમાં સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને ભોગનાં રાગમાં સુખ-અર્થાત્ મીઠાશ બુદ્ધિ છે. બન્નેમાં આટલો ફેર છે. આવી વાતું છે ભગવાન!
અહીં કહે છે-એ ઝેરના સ્વાદને છોડ અને આત્માનો સ્વાદ લે ! તને ખબર નથી આત્માનો સ્વાદ કેવો છે અને રાગનો સ્વાદ કેવો છે? રાગના સ્વાદને પોતાનો સ્વાદ માને છે તે ઘાસમાં ૩૨મું ભેળવીને ખાય છે. તેમ અજ્ઞાની, શરીર માખણ જેવું સુંદર હોય તો તેને ભોગવવા લાડુ ખાય અને પછી ભોગ લ્યે છે. અહીં તો બધું સાંભળ્યું છે ને ! કોઈને બહુ યુવાની હોય એ પછી ભોગ લેવા જાય તો તે પહેલાં ચરુમાના લાડુ, પેંડા ખાય અને પછી ભોગ લ્યે તેમ સાંભળ્યું છે. એકવાર નજરે જોયું છે. નવ વાગ્યે ઉંઘવા ટાણે એક શેર પેંડા કેમ લેતો હશે ! અરે.. ! હજુ છ વાગ્યે તો ભોજન-વાળુ કર્યું છે અને અત્યારે આ પેંડા કેમ લેતો હશે? પછી ખ્યાલ આવ્યો કે-આ જગતના પ્રાણી ભોગના સ્વાદ લેવા પહેલાં પેંડા ખાય અને પછી ભોગ કરે. શું કરે છે પ્રભુ ! રાગનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. જ્ઞાનીને પણ રાગ આવે છે. ભરત ચક્રવર્તીને છન્નુ હજા૨ ૨ાણી છે તેને ઘણના ઘા લાગે છે. જેમ સામે કાળો નાગ દેખાય તેમ રાગ આવે છે તે તેને કાળો નાગ દેખાય છે. જ્ઞાની અજ્ઞાનીની દૃષ્ટિમાં ફેર છે.
અરે.. પ્રભુ ! તારા અનુભવના ભોગ છોડીને આ રાગનો સ્વાદ જે ઝેરનો સ્વાદ છે તેની મીઠાશ આવે છે. તો તું મિથ્યાર્દષ્ટિ છે.
વિધમાન જીવ છે તે શિખંડને પી અને એવું માને છે કે–હું ગાયનું દૂધ પીવું છું. તેણે દારૂ પીધો છે તેથી તેને ભાન નથી ને ?! તેમ અહીંયા મોહનો દારૂ પીધો છે તે રાગનો સ્વાદ લઈને તેને પોતાનો સ્વાદ માને છે તેવું મિથ્યાર્દષ્ટિ માને છે. ઝીણી વાત ભાઈ! કહે છે–દૃષ્ટિ ફેરે સ્વાદ ફેર છે. જેને રાગની દૃષ્ટિ છે તેને ઝેરનો સ્વાદ છે. જેને પોતાના આનંદની દૃષ્ટિ થઈ ત્યાં તેને આનંદનો સ્વાદ આવે છે. આવો માર્ગ હવે સમજમાં આવે છે ?
આહા ! બહારમાં પૈસા પાંચ, પચાસ (લાખ) હોય, બાયડી હોય, છોકરાં હોય, છોકરાને સ૨કા૨ની નોકરી હોય, હજા૨નો પગાર હોય તો ઓહોહો થઈ ગયું. આ તો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk