________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
३४८
કલશાકૃત ભાગ-૨ વિવેક નથી. તેમ અહીંયા ચૈતન્ય ભગવાન આનંદના રસથી ભરેલો છે તેનો સ્વાદ ન લેતાં તે હરખ-શોક, પુણ્ય-પાપના ભાવનો સ્વાદ અતિ વૃદ્ધિ થઈને લ્ય છે. જેમ દારૂ પીધેલને શિખંડના ખાટા-મીઠા સ્વાદની ખબર નથી. અતિ વૃદ્ધિ થઈને લ્ય છે. ઝીણી વાત છે.
તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો પરિપૂર્ણ છે. જેમ કળશમાંનું પાણી કળશના ઘાટ જેવું થઈ જાય છે. કળશો અર્થાત્ લોટો હોય છે, તે લોટામાં પાણી તો ભિન્ન છે. પાણીનો આકાર અને લોટાનો આકાર બન્ને ભિન્ન છે. લોટાના આકારથી પાણીનો આકાર થયો છે તેમ નથી. પાણી તો પોતાના આકારથી રહેલું છે. લોટો પોતાના આકારથી રહેલો છે. તેવી રીતે ભગવાન આત્મા શરીર-જડના આકાર પ્રમાણે પોતાનો આકાર છે. પણ તે શરીરના કારણે નથી. શરીર છે તે કાશીઘાટનો કળશો છે. ભગવાન અંદર જળરૂપે ભર્યો છે. છતાં પણ આત્માનો આકાર શરીરના આકારે નથી. શરીરના આકાર પ્રમાણ છે પરંતુ શરીરના આકારે તેનો આકાર નથી. સમજમાં આવ્યું?
પ્રશ્ન- શરીર પ્રમાણે આકાર કહ્યો છે.
ઉત્તર- આકાર ભલે શરીર પ્રમાણે કહ્યો પરંતુ છે પોતાનાથી. અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. અજ્ઞાની તે આનંદના સ્વાદને લેતો નથી. ધર્મી જીવની આ સ્થિતિ છે. શુદ્ધતા વિચારે-ધ્યાવે શુદ્ધતામાં કેલિ કરે... અહીં તો લોકો દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવમાં ધરમ માને છે. તે તો દુઃખના ભોક્તા છે. તે દુઃખનો ભોગ છે.
જેમ શિખંડના સ્વાદના લંપટીને શિખંડના ખાટા-મીઠા સ્વાદની ખબર પડતી નથી, તેમ પુણ્ય આદિના પરિણામના સ્વાદમાં વૃદ્ધિ થયેલાને ભગવાનનો આનંદ સ્વાદ ભિન્ન છે તેનું ભાન નથી. સમજમાં આવ્યું?
આ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને પર તરફનો ઝુકાવ તે અશુભ રાગ છે અને તે રાગનો સ્વાદ એ આકુળતા ને દુ:ખ છે. એ દુ:ખના સ્વાદમાં આનંદના સ્વાદનો અનાદર થઈ ગયો. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન સ્વરૂપ છે. ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાન એટલે તે સહિત આત્મા. તેવા આત્મા તરફની સન્મુખતા છોડીને પુણ્ય-પાપના ભાવ હરખ-શોક તેની સન્મુખતા કરી દુઃખનો સ્વાદ લ્ય છે. સ્વભાવની વિમુખ થઈને અને વિકારની સન્મુખ થઈને તે વિકારનો સ્વાદ લ્ય છે-તે મિથ્યાદેષ્ટિ છે એમ કહે છે. ઝીણી વાત છે બાપુ!
કહે છે? ભાઈ ! તારો ભગવાન આનંદથી ભર્યો છે ને! પ્રભુ! આહાહા..! એ આનંદની સન્મુખતા વિના, આનંદના વેદન વિના તું તેનાથી વિમુખ થઈને પુણ્ય ને પાપ, હરખ ને શોકનું વદન તેમાં દુઃખનો ભોક્તા થાય છે. ભગવાન ! આવી વાતું છે બાપુ!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk