________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨
કલશામૃત ભાગ-૨ દયા-દાનના, વ્રતાદિના વિકલ્પનો કર્તા માને છે. તે તેનો જાણનાર રહેતો નથી. અને જે જાણે છે તે તેનો કર્તા થતો નથી. જ્ઞાની તો જાણે છે કે હું તો જ્ઞાન ને આનંદસ્વરૂપ છું. આનંદ, શાંતિ આદિ સામગ્રીથી હું તો ભર્યો પડ્યો છું. આ પુણ્ય ને પાપની સામગ્રી મારી નથી. સમજમાં આવ્યું?
આહા.... હા! જુઓ, બત્રીસ લાખ વિમાનનો સ્વામી શકેન્દ્ર. તે સૌધર્મ દેવલોકના અસંખ્યદેવોનો સ્વામી છે. તે એમ માને છે કે આ મારી ચીજ નથી. શાસ્ત્રમાં તેને એક ભવતારી કહ્યાં છે. મનુષ્યનો એક ભવ કરીને મોક્ષે જવાના છે. અહીં કહે છે–આટલી સામગ્રી છે તેને મારી માનતા નથી.
શ્રોતા:- તે કર્મની સામગ્રી છે?
ઉત્તર:- તે કર્મની સામગ્રી છે. મારી સામગ્રી તો અનંતજ્ઞાન, શાંતિ તે મારી સામગ્રી છે. દૃષ્ટિએ પોતાની દોલત દેખી છે. પોતાનો આનંદ અને શાંતિના નિધાન છે તેને જે દૃષ્ટિએ દેખ્યાં તે હવે રાગનો કર્તા કેવી રીતે થાય? સૂક્ષ્મ વાત છે ભાઈ !
આહાહા ! જેણે પોતાની દોલત દેખી–હું જ્ઞાન અને આનંદમય છું તે કર્મની સામગ્રી પુણ્ય-પાપ તેને પોતાની કેવી રીતે માને ? અજ્ઞાનીએ પોતાની દોલત જોઈ નથી તેથી આ પુણ્ય-પાપ અને તેના ફળરૂપ સામગ્રીને પોતાની સામગ્રી માની હાથીની પેઠે તે અવિવેકી છે. જેમ હાથી ઘાસ અને ચુરમાને એક માનીને ખાય છે તેમ ભગવાન આત્માના આનંદને છોડી અજ્ઞાની એકલા રાગના, પુણ્ય-પાપના ભાવના સ્વાદ લ્ય છે.
જેઠ મહિનામાં તડકા બહુ હોય, બાળકને તેની માતા દૂધ પાય અને બીજાએ પણ.. દૂધ પાયુ હોય તો વિશેષ દૂધ મળતાં બાળકને ઝાડા થઈ જાય છે. બહાર ગરમી બહુ હોય તેથી બાળક તે ઝાડામાં હાથ નાખે છે તો તે ઠંડા લાગે છે. ઝાડો હાથમાં લઈને તે ચાટે છે. આમ કરતાં બાળક જોયા છે. તેમ અજ્ઞાની પુણ્ય-પાપના ઝાડા કાઢે છે. પાપને લોકો પુણ્ય-પાપને વિષ્ટા કહે છે. શાસ્ત્રમાં તો તેને ઝેર કહ્યાં છે. સમયસાર મોક્ષઅધિકારમાં દયા-દાન, વ્રત-ભક્તિ આદિ શુભભાવને ઝેરનો ઘડો-વિષકુંભ કહ્યો છે. ભગવાન આત્મા અમૃતનો ઘડો છે. આત્મા આનંદથી છલોછલ ભરેલો પ્રભુ છે. રાગ અને પુણ્યપાપના ભાવને પરમાત્મા ઝેર કહે છે. ઝેરના ઘડાને ફોડીને તેને (અજ્ઞાની) ચાટે છે.
શ્રોતા:- શુભભાવને અમૃતકુંભ અને વિષકુંભ બન્ને કહ્યું છે! ઉત્તર:- આત્મા અમૃતકુંભ છે અને શુભભાવ તે વિષકુંભ છે. શ્રોતા:- શુભભાવને અમૃતકુંભ કહ્યું છે ને !?
ઉત્તર- તે કઈ અપેક્ષાએ કહ્યું! એ તો જેને અમૃતકુંભ અનુભવમાં આવ્યો તેને શુભભાવ ઉપચારથી વ્યવહારથી અમૃતકુંભ કહ્યું. ઉપચારથી કહ્યું છે, યથાર્થથી નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk