________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
કલશામૃત ભાગ-૨ સ્વાદને છોડીને રાગનો પુણ્ય-પાપના ભાવનો વિકારી સ્વાદ લંપટી થઈને લ્ય છે.
શ્રોતા:- તેમાં આનંદ માને છે.
ઉત્તર- એમ માને છે, તેમાં આનંદ છે નહીં. આનંદ તો ભગવાન આત્મામાં છે પણ તેની તેને ખબર નથી.
જેમ હાથી ઘાસ અને અનાજ તે બન્નેને ભેગાં કરીને ખાય છે, તેને ઘાસ અને અનાજની જુદાઈનો વિવેક નથી. તેમ અહીંયા પુણ્ય-પાપ અને આત્માને ભેગાં કરીને ખાય છે. તેનો અર્થ એવો નથી કે તે આનંદની સાથે રાગને ખાય છે. અંદરમાં જે આનંદ તે તો આનંદ જ છે. પરંતુ તેનું લક્ષ છોડીને એકલા રાગ-દ્વેષનો અનુભવ કરે છે, તે ઘાસને ખાય છે. સમજમાં આવ્યું?
અરે..! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ કહે છે કે જે અતીન્દ્રિય આનંદસ્વભાવનો સાગર નાથ છે તેનો સ્વીકાર નથી. આનંદસ્વરૂપ ભગવાન આત્માની સત્તાનો સ્વીકાર નથી અને આ જે પુણ્ય-પાપના અસંખ્ય પ્રકારના ભાવ છે. તેનો સ્વીકાર તે અજ્ઞાનનો અનુભવ છે. શુભભાવ પણ અસંખ્ય પ્રકારનો અને અશુભભાવ પણ અસંખ્ય પ્રકારનો છે. દયા-દાન-ભક્તિ-પૂજા તેવો શુભભાવ પણ અસંખ્ય પ્રકારનો છે. તે અજ્ઞાન છે. એ ઘાસ તુલ્ય વિકાર જે છે તેનો અનુભવ કરે છે અને પોતાના આનંદના ભાવને અનુભવમાંથી છોડી દ્ય છે. આવું અનાદિથી કરે છે.
અહીં વાત કરે છે!? જેમ હાથીને ઘાસ અને અનાજની જુદાઈનો વિવેક નથી તેમ કહે છે કે પુણ્ય-પાપના ભાવ અને ભગવાનના આનંદની ભિન્નતાનો વિવેક નથી.
શ્રોતા:- તેનું પશુ જેવું જ જીવન છે.
ઉત્તર:- ઢોર (તિર્યંચ)થી તેનું જીવન બદ (ખરાબ) છે. પશુમાં તો કોઈ સમ્યગ્દષ્ટિ પણ હોય છે. અને તે આત્માનો અનુભવ કરે છે. અઢી દ્વીપ બહાર અસંખ્ય સિંહ-વાઘહજાર યોજનના મચ્છ તેવા અસંખ્ય તિર્યંચો પડયા છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં સમકિતી પંચમ ગુણસ્થાનવાળા આત્માના આનંદના રસીલા તિર્યંચ છે.
રામના ભાઈ ભરત હતા, તે ભરત હાથી ઉપર બેસીને ભગવાનના દર્શન કરવા જતા હતા. ભરતને વૈરાગ્યે થયો. તો તેઓ દિક્ષીત થયા. તેઓ જે હાથી ઉપર બેસતા હતા તે હાથી તેમનો પૂર્વભવમાં મિત્ર હતો. તે હાથીને પણ જાતિસ્મરણ થયું, તે પણ આત્મા છે ને! અંદર ધારણામાં તો પડયું હતું તે પૂર્વ ભવની સ્મૃતિ યાદ આવી ગઈ. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. ધારણામાં તો બધી શક્તિ પડી હતી પરંતુ તેમાંથી તેને સ્મૃતિમાં આવી ગઈ. ધારણામાં હતી તે વ્યક્ત થઈ ગઈ. અરે...! હું કોણ હતો? અરે..! મારો મિત્ર તો દિક્ષિત થઈ ગયો! તે હાથીને હોદે ભારત આવ્યો હતો, તે હાથીએ શણગાર બધો છોડી દીધો. તેને સમ્યગ્દર્શન થયું અને પંદર દિવસે આહાર લેવો તેવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk