________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૧
પ્રતિજ્ઞા ધારણ કરી. જુઓ, જાતિસ્મરણ અને સમ્યગ્દર્શનવાળા પશુ ! તેનો દેહ તો જડ છે તેની સાથે ભગવાન સચ્ચિદાનંદને શું સંબંધ છે.
બંધ અધિકારમાં આવે છે કે સર્વે જીવો.. સર્વકાળે, સર્વક્ષેત્રમાં-લોકાલોકમાં પરિપૂર્ણતાથી ભર્યા પડયા છે. બધા આત્મા અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને પ્રભુતા આદિ શક્તિથી પરિપૂર્ણ ભરેલો ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે તે ઉ૫૨ની દૃષ્ટિ છોડી દે ! સર્વે જીવો, સર્વકાળે, સર્વક્ષેત્રમાં પોતાની પૂર્ણ શક્તિના ભંડા૨થી ભર્યા પડયા ૫રમાત્મા છે.. ભગવાન આત્મા છે. શ્રીમદ્ભુના શ્લોકમાં આવે છે-“સર્વ જીવ છે જ્ઞાનમય. સામાયિકમાં આવે છે-આત્મા જ્ઞાનનો પુંજ, આનંદનો પુંજ છે. જેમ હાથી વિવેક રહિત થઈ ઘાસ અને ચુરમાને સાથે ખાય છે. આ દૃષ્ટાંતમાં એક અંશ લેવો. તેમ અજ્ઞાની પોતાના આનંદને છોડીને રાગનો સ્વાદ લ્યે છે. દૃષ્ટાંતમાં તો ચુરમું અને ઘાસ સાથે લીધા છે તેમ અહીં રાગની સાથે આનંદ ભેગો છે તેમ નથી. તેમાં તો ચુરમું અને ઘાસ એકઠા–(ભેગાં ) છે. જ્યારે અહીં આનંદ અને રાગ એકઠા છે તેમ નથી. એકઠાનો અર્થ એટલો કે–ભગવાન આત્મા આનંદનો નાથ છે. પરંતુ તેની પર્યાયમાં આનંદ નથી, તેથી અજ્ઞાની વિવેક વિના એકલા રાગ અને દ્વેષનો સ્વાદ લ્યે છે. સમજમાં આવ્યું કાંઈ ?
અજ્ઞાનીને આત્માની ખબર નથી તેથી એકલા રાગ-દ્વેષના સ્વાદને તે લ્યે છે. આહા.. હા ! આ પૈસા, છોકરાં છે તે મારા પોતાના છે તેમ માને છે. ક્યો દિકરો ! કોના દિકરા ! એ તો બધી કર્મની સામગ્રી છે. પૈસા, આબરૂ, મકાન, નોકર, ચાકર આદિ ઠાઠ છે તે બધી જડની સામગ્રી છે. પ્રભુ ! તે સામગ્રીને પોતાની માનીને રાગ અને દ્વેષનો અનુભવ કરે છે... તે હાથીની સમાન અવિવેકી છે. કર્તાકર્મ અધિકા૨ છે ને ? તેથી અહીં સુધી લઈ ગયા. વિકારી પરિણામનો કર્તા વિકારી પરિણામ છે. તે છે જીવની પર્યાય... પરંતુ અહીંયા તો એ લેવું છે કે-વિકારી પરિણામનો કર્તા આત્માને માને છે તે અજ્ઞાન મિથ્યાત્વ છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યના શ્લોક ઉ૫૨થી બનારસીદાસજીએ નાટક સમયસાર લખ્યું છે. તેમનું આ વાકય છે.
66
કરે કરમ સોહી ક૨તા૨ા, જો જાને સો જાનનહારા, ક૨તા સો જાને નહીં કોઈ, જાણે સો ક૨તા નહીં હોઈ. ”
રાગનો કર્તા કર્મ છે જે પોતાને પુણ્ય-પાપનો કરવાવાળો માને છે તે મિથ્યાર્દષ્ટિ છે–તે કર્તા થાય છે. એ વિકારના પરિણામને પોતાના સ્વલક્ષે અનુભવ કરે છે (અર્થાત્ પોતાપણે અનુભવે છે તે અજ્ઞાની છે. જ્ઞાની તો રાગનો જાણવાવાળો રહે છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા તેમ ધર્મી માનતો નથી. જ્યારે અજ્ઞાની રાગ મારું કાર્ય અને હું ક૨ના૨ તેમ માને છે. તેને કહે છે– “ ક૨તા સો જાને નહીં કોઈ. ” આ રાગ, પુણ્ય-પાપ,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk