________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૩૯ લ્ય છે. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય અને તેનાથી બંધન થાય અને તેનાથી આ પૈસા આદિ ધૂળ મળે તે બધી કર્મની સામગ્રી છે. પોતાના આનંદસ્વરૂપ ભગવાન આત્માની તે સામગ્રી નથી. સમજમાં આવ્યું?
આહા.. હા! શું કહે છે? કર્મની વિચિત્રતાની આ વિચિત્રતા છે પુણ્ય-પાપના અનેક પ્રકારના ભાવ અને તેનાં કર્મ બંધનથી અનેક પ્રકારની અનુકૂળ-પ્રતિકુળતાના ગંજ થાય તે બધી કર્મની સામગ્રી છે. તેમાં તે જીવ અજ્ઞાનથી રંજાયમાન થાય છે. આહાહા ! તેમાં પોતાપણું જાણી જાયમાન થાય છે.
આ શરીર, પુણ્ય-પાપનો ભાવ, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ પરિવાર, મકાન, બંગલા, આબરૂ, તે બધી કર્મની સામગ્રી છે તેમાં પોતાપણું માની મૂઢ જીવ મિથ્યા દૃષ્ટિને સેવે છે. આહા.. હા ! પોતાપણું જાણી જાયમાન થાય છે. આ સિદ્ધાંત કહ્યો. હવે દષ્ટાંત કહે છે.
[તે જીવ કેવો છે?] “સતૃણમ્યવહારી” ઘાસ સહિત આહાર કરે છે. ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્ન ઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, તે જીવનો અને કર્મનો વિવેક કરતો નથી.”
હાથીને અધમણ ઘાસ નાખો અને સાથે અધમણ ચૂરમું નાખો તો બંનેને સાથે એકઠાં કરીને આહાર કરે છે. જેમ રોટલી અને દાળ ભિન્ન છે તેમ ઘાસ અને ચૂરમું ભિન્ન છે તેની તેને ખબર પડતી નથી. હાથી ભાન વિનાનો વિવેક વિનાનો છે. આ તો હજુ દૃષ્ટાંત છે.
જેમ હાથી ઘાસ અને અનાજ-ચૂરમું બન્ને એક ચીજ માનીને ખાય છે, તે ઘાસનો અને અન્નનો વિવેક નથી કરતો તેમ મિથ્યાદેષ્ટિઅજ્ઞાની જીવને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેની દૃષ્ટિ નથી. અને રાગમાં પોતાપણું માની કર્મની સામગ્રીને પોતાની માને છે જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું જાણીને અનુભવે છે. રાગ છે તે ઘાસ સમાન છે અને ભગવાન આનંદસ્વરૂપ છે (તે ચૂરમાની જગ્યાએ છે.) ફેર એટલો કે ચૂરમું અને ઘાસ બન્ને ભિન્ન ચીજ છે. અહીંયા આનંદ છે અને તેની સાથે રાગ છે તે ઘાસ છે. તો તે ઘાસ અર્થાત્ રાગની સાથે આનંદ અનુભવે છે તેમ નથી.
કહ્યું? જેમ પેલો હાથી ઘાસ અને ચુરમું બન્નેને એકઠા કરીને ખાય છે તો તે અજ્ઞાની છે તેમ આ આત્માના આનંદને અને રાગ-દુઃખ છે તેને એકરૂપ અનુભવે છે તેમ નથી. (દષ્ટાંતમાં) તેમાં તો ઘાસમાં ચૂરમું છે તેમ અહીં રાગમાં જરી આનંદ છે તેમ નથી. સમજમાં આવ્યું?
ફરીથી.. દેણંતમાં તો ચૂરમું અને ઘાસ બન્ને એકઠા કરીને ખાય છે તે ભાષા છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ.. જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk