________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પદ
૩૩૭
*
‘ પરચ તે પર: વ ” પુદ્ગલ દ્રવ્યના પરિણામ પુદ્ગલ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય થયું નથી.
પુદ્ગલ દ્રવ્યના પરિણામ આઠકર્મ તે પુદ્ગલદ્રવ્ય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય, વર્ગણાની પર્યાય એ બધી કર્મવર્ગણાની પર્યાયો કર્મપણે પરિણમી છે તે અજીવ છે–તે પુદ્ગલ જ છે, તે જીવ નથી. એ પરિણામ પુદ્ગલ દ્રવ્યના છે જીવદ્રવ્યના નહીં. બાવીસ પ્રકા૨ની વર્ગણાને પુદ્ગલ કરે છે. જ્ઞાનાવરણીય બંધમાં છ પ્રકા૨ કા૨ણ છે ને ? તત્ત્વાર્થસૂત્રમાં શ્લોક છે.. “ તત્કવોષનિન્દ્રમાત્સર્યાન્તરાયાસાવનોપધાતા જ્ઞાનવર્શનાવળયો: પ્રવોષ નિર્દેવ, માત્સર્ય, અન્તરાય, આસાવન, ઉપઘાતા:
જ્ઞાનાવરણના જે છ પ્રકા૨ બંધાય છે તેમજ તે પરિણમે છે તે છ પ્રકા૨નું પરિણમન અજીવ છે. અને છ પ્રકારે ભાવબંધરૂપે પરિણમે તે પરિણમન જીવનું છે. તે જીવ જ છે. અને જે જ્ઞાનાવરણીય (કર્મમાં) બંધાય છે તે પુદ્ગલ છે. તે છ પ્રકારે બંધાય છે તે નિમિત્તનું કથન છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, એ ભાવનો જીવ કર્તા છે તે જીવ જ છે. આ સાથે પુદ્ગલ જે પરિણમે છે તેનાં છ પ્રકાર જ્ઞાનાવરણીય બંધના છે તે જ્ઞાનાવરણીયની પર્યાય છે. તે (જીવના) છ કારણથી થઈ નથી. જ્ઞાનાવરણીય બંધનની પર્યાય તેની પર્યાયથી થઈ છે. આહા ! આમ કહે છે. સમજમાં આવ્યું ?
',
જડ અને ચેતનની વચ્ચે આવો ભેદ છે. શું કહે છે ? આઠ કર્મની પર્યાયરૂપે પરિણમે છે તે જડ જ છે, તે આત્મા નહીં. આ પુદ્ગલની પર્યાય જ્ઞાનાવરણીયરૂપે થઈ તો જીવ તેનો કર્તા થયો તેવું દ્રવ્યાન્તર નથી. તે અનેરા દ્રવ્યરૂપે થયું નથી. તે પોતાની પર્યાયપણે થયો છે.
✡
પ્રશ્ન:- નિર્વિકલ્પ દશા વખતે સ્વપર પ્રકાશક સ્વભાવને વાંધો આવે છે?
ઉત્ત૨:- નિર્વિકલ્પતા વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે ને આનંદ ને પણ જાણે છે માટે ત્યાં પણ સ્વપર પ્રકાશકપણું છે. આનંદને જાણવો તે જ્ઞાનની અપેક્ષાએ ૫૨ છે. નિર્વિકલ્પ દશામાં સ્વગ્નેય એક જ આવ્યું એમ નથી. જ્ઞાન સાથે આનંદનો ખ્યાલ આવે છે. પોતે જ્ઞાનને જાણે છે તે સ્વને આનંદ ને ૫૨ તરીકે જાણે છે. આમ સ્વપર પ્રકાશક સ્વભાવ ત્યાં પણ રહે છે.
(૫૨માગમસાર બોલ નં. ૭૧૫ )
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk