________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૬
૩૩૫ (ગાત્મમાવાન રાતિ) “રાતિ' શબ્દ પડયો છે પાઠમાં “કરોતિ” શબ્દની વ્યાખ્યા પરિણમવું તેવો અર્થ લીધો છે. આત્માનો શુદ્ધ ચૈતન્યરૂપી ભાવ, શુદ્ધ ઉપયોગરૂપી ભાવે “કરોતિ” નામ પરિણમે છે. અને અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહરૂપ કરોતિ નામ પરિણમે છે. તે પછી શુદ્ધ પરિણતિરૂપ કહો કે અજ્ઞાન ભાવે અશુદ્ધ પરિણતિ કહો. પણ તેને આત્મભાવ કહેવામાં આવે છે. અશુદ્ધ ચેતના અર્થાત્ રાગ-દ્વેષ-મિથ્યાત્વરૂપે પરિણમવું તેને પણ અહીં જીવેદ્રવ્યનું અશુદ્ધ પરિણમન અથવા જીવનો ભાવ એમ કહેવામાં આવે છે. (રાગદ્વેષ ઇત્યાદિ) તે પુદ્ગલના નથી તેમ અહીંયા કહે છે.
પ્રશ્ન:- મારા નથી માટે પુદ્ગલનાં કહ્યાં છે? પુદ્ગલ શબ્દ વાપર્યો છે!
ઉત્તરઃ- બીજા એમ કહે કે-રાગ-દ્વેષ-મોહ પુદ્ગલના છે તે કઈ અપેક્ષાએ? શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવની જ્યાં અનુભવ દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન થયું તે જ કાર્ય છે તે અપેક્ષાએ વિકારના પરિણામને પુદ્ગલના પરિણામ કહી અને ભિન્ન કહ્યાં છે. જ્યારે અહીંયા તો તેની પર્યાયમાં પર્યાયનો કરવાવાળો તે જ છે.
આહા.. હા! ભાષા જોઈ ! “પોતાના શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ, (વરાતિ) તે-રૂપે પરિણમે છે. અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે તે પોતાના શુદ્ધ સ્વરૂપની પરિણતિએ પર્યાયમાં પરિણમો કે પછી તે અશુદ્ધ પરિણમો પરંતુ તે પુદ્ગલદ્રવ્યની કર્મની પર્યાયનો કર્તા નથી, અને પુદ્ગલથી થયેલી ઉદય ક્રિયા છે જે તે અશુદ્ધ પરિણતિને કરતો નથી. સમજમાં આવ્યું? આવી વાત છે.
“પર: પરમાવન સફા રોતિ” અહીં “સદા” શબ્દ વાપર્યો છે. ઉપરમાં સદા શબ્દ નથી લીધો. પરંતુ “સદા” શબ્દ લઈ લેવો. શું કહે છે? ‘પરમાવન સફા' તેમાં પણ સદા લેવો કે-આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન ને આનંદરૂપ પરિણમન હો કે મતિ-શ્રુતજ્ઞાન આદિનું પરિણમન હો કે કેવળજ્ઞાનરૂપે પરિણમન હો. પરંતુ તે સદા પોતાની પરિણતિનું પરિણમન કરવાવાળો છે. આમ કહીને આત્મા જડની પર્યાયનો કર્તા નથી તે માટે “સદા” શબ્દ વાપર્યો છે. કોઈ કાળે કર્મની પર્યાય કરે, શરીરની ક્રિયા કરે, વાણીની ક્રિયા કરે એમ થતું જ નથી. સમજમાં આવ્યું?
પ્રશ્ન:- શરીરની સંભાળ તો રાખે ને?
ઉત્તર- કોણ સંભાળ કરે ભગવાન ! શરીર તો માટી–ધૂળ છે. તેની ક્રમબદ્ધમાં જે પર્યાય થવાની હશે તે થશે. ક્રમબદ્ધ ઉપર બપોરે પ્રવચન ચાલે છે. આ પરમાણુમાં પણ જે સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે જ થશે. પરમાં આત્મા ફેરફાર કરી શકે એવું તો છે જ નહીં. આહા.. હા ! આવી વસ્તુની મર્યાદા છે. સમજમાં આવ્યું?
પર: પરમાવાન સવા વરાતિ પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને ત્રણે કાળે કરે છે.” “સદા” શબ્દનો અર્થ છે ત્રિકાળ પોતે કરે છે. જ્ઞાનાવરણીય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk