________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૫
૩૩૩ કે જે સમકિત કેવળજ્ઞાન લેશે. ક્ષયોપશમ સમકિત પણ ક્ષાયિક સમકિત અને કેવળજ્ઞાન લેશે એવું સમકિત હોં! એ પોકાર અહીં અમૃતચંદ્રાચાર્ય કરે છે. સમજમાં આવ્યું!?
શ્રી ચંપાબેનને પણ જાતિસ્મરણમાં એમ આવ્યું છે કે સમકિત બે પ્રકારના છે. (૧) જોડણી ક્ષાયિક છે અને (૨) પ્રગટ ક્ષાયિક પુસ્તકમાં લખ્યું છે-ભગવાન પાસે સાંભળ્યું છે-જોડણી ક્ષાયિક, એટલે જે ક્ષયોપશમ સમકિત છે તે ક્ષાયિક સમકિત થશે તેને જોડણી ક્ષાયિક કહે છે. છે તો ક્ષયોપશમ સમકિત પરંતુ તે (ભવિષ્યમાં) ક્ષાયિક થશે. અને જે વર્તમાનમાં પ્રગટ ક્ષાયિક છે તે તો ક્ષાયિક છે જ. ક્ષયોપશમ ક્ષાયિક થશે તેવું જોડણી ક્ષાયિક છે તે વાત અહીંયા (આચાર્ય) ભગવાન કહે છે. આવી વાત છે ભાઈ ! આવી વાતનો જગતને વિશ્વાસ આવવો એ કઠણ છે.
મૂય: વન જિં ભવેત” તે ભાઈ એમ કહેતા હતા કે પડી જાય ભલે પણ... એ સમ્યગ્દર્શન તો રહે જ. ભાઈ ! સમકિત પડી જાય તેને શ્રદ્ધાનું અસ્તિત્વ રહે નહીં. હા, તેણે ભવની કરી કરી નાખી તેથી હવે તેના ભવ અનંત. અનંત... પછી અનંત તેમ ન થાય. ઘણાં તો નિગોદમાં પણ ચાલ્યા જાય છે.
અહીં તો પડી જાય તે વાત નથી. અમારા ચોપડામાં તે વાત નથી. “કેવો છે આત્મા? “જ્ઞાન ” જ્ઞાનનો સમૂહ છે. આત્મા જ્ઞાનનો-ચૈતન્ય પ્રકાશનો પિંડ છે. આ પુણ્ય-પાપ અને તેના ફળના અંધારાથી ચૈતન્ય પ્રકાશ ભિન્ન છે. ચૈતન્ય પ્રકાશનો સૂર્ય પુણ્ય-પાપથી ભિન્ન છે. તે જ્ઞાનનો ઘન છે.
ભાવાર્થ- શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી.”
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય પવિત્ર છે તે પુણ્યને પાપના વિકલ્પથી રહિત એવી ચીજ છે. એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થવાથી હવે પરિભ્રમણ કરવું પડતું નથી. જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી ત્યાં સુધી પાપ કરે છે અને પરિભ્રમણ કરે છે. આહા... હા! સમજમાં આવ્યું?
એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે.! આહા.... હા! ઝીણી વાત છે! પર્યાયનો કાળ પરકાળ, એ સ્વકાળથી ભિન્ન છે. પર્યાયનો ભાવ જ દ્રવ્યભાવથી પર-ભિન્ન છે. અને દ્રવ્યભાવ એનાથી (પર્યાયભાવથી) ભિન્ન છે.
(પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં-૩ર)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk