________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩૩૧ કોઈ પક્ષમાં નથી, અમે તો સત્ય કહીએ છીએ. અમે સંપ્રદાયમાં આવી ગયા એટલે અહીંયા રહેશું એવું ન માનશો. અમે તો જ્યાં સત્ય હશે ત્યાં જઈશું.
વઢવાણમાં ચર્ચા થયેલી. તેમની દીક્ષાને પચાસવર્ષ થયેલાં અને મારી દીક્ષાને પંદર વર્ષ થયેલાં. અમારી છાપ પહેલેથી જ એવી એટલે લોકો અમારાથી ડરે. સાધુ પણ કહેકાનજી સ્વામી જે કહેશે તેને લોકો માનશે. આપણી વાત કોઈ નહીં માને. એ સાધુ તેના ગુરુને કહેતા-કાનજીસ્વામી કહે છે તે સાંભળો. બાપુ! આ મારગ તે કોઈ પક્ષ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. અભવીને પણ પાંચ આવરણ છે. સુલટશે નહીં માટે તેને પાંચ આવરણ નહીં, ત્રણ આવરણ છે એવી વાત નથી.
એમ અહીં કહે છે–સર્વ જીવો પૂર્ણ કેવળજ્ઞાન આનંદથી ભરેલા પરિપૂર્ણ છે. અભવી પણ એવો જ છે- આ ભૂતાર્થથી કહ્યું. ભૂતાર્થ સત્યાર્થથી તો સર્વજીવ પરિપૂર્ણ ભરેલા છે. આહા.. હા.. હા! અરે..! તેને વિશ્વાસ કેવી રીતે આવે? વેદાંત તો સર્વ વ્યાપક તેવો એક આત્મા કહે છે. અહીં તો અનંતજીવોમાં લસણ-ડુંગળી તેની રાય જેવડી નાની કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંતજીવ છે. એક એક જીવ સર્વે પરિપૂર્ણ ગુણથી ભરેલા છે. પર્યાયમાં ફેર છે વસ્તુમાં કયાં ફેર છે!
પંચાસ્તિકાયમાં, સમયસારમાં આવે છે કે-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય એ બધી પર્યાયોમાં ધ્રુવ પરમાત્મા સળંગ ધ્રુવરૂપે તે કાયમ બિરાજે છે. તે એકેન્દ્રિયરૂપ બે ઇન્દ્રિયરૂપ કદી થયો નથી. અહીં એ વાત કરે છે. ભૂતાર્થ પરિગ્રહણ આચાર્યની આ લાઈનમાં ગજબ વાત છે. ભૂતાર્થ-ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એકેન્દ્રિયના નિગોદના જીવોમાં પણ શુદ્ધ સ્વરૂપે છે. અભવી અને નિગોદનો જીવ પણ શુદ્ધ સ્વરૂપે છે. એક રાય જેવડી કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ તે એકેક જીવ શુદ્ધ સ્વરૂપે.. ભૂતાર્થ-સત્યાર્થ પડયા છે. તેની દૃષ્ટિમાં (ત્રિકાળ સ્વભાવ આવ્યો) નથી. પરંતુ વસ્તુમાં આવું ભર્યું છે. સમજમાં આવે છે? આવો સત્ય મારગ સાંભળવા મળે નહીં. કયારેક સાંભળવા મળે તેવી અપૂર્વ વાત છે.
ભગવાન અતીન્દ્રિય આનંદના કંદથી પરિપૂર્ણ પરમાત્માપણે બધા બિરાજમાન છે. આહા... હા!તારો જેવો દ્રવ્ય સ્વભાવ છે તેવો સર્વ જીવોનો દ્રવ્ય સ્વભાવ એક સરખો છે. અગર ભૂલ છે તો તે પર્યાયમાં છે. સંસાર પણ પર્યાયમાં, મોક્ષમાર્ગ પણ પર્યાયમાં અને સિદ્ધ પણ પર્યાયમાં છે. દ્રવ્ય તો ત્રિકાળી જે છે તે છે. સમજમાં આવે છે.
ભૂતાર્થ પરિગ્રહેણ તેમાં હજુ વિશેષ લેવું છે. પાઠમાં “એકવાર ” એવો શબ્દ પડયો છેતેનો અર્થ અંતર્મુહૂર્ત કર્યો. અંતર્મુહૂર્ત માત્ર જ્યાં સ્વભાવની અંદર ગયો અને પ્રતીત અને અનુભવ થયો તો (વિનય વ્રનેત) મિથ્યાત્વ વિનાશને પામે છે. મિથ્યાત્વનો નાશ થઈ જાય એકવાર સ્વરૂપની પ્રાપ્તિ થાય તો!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk