________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર
કલશામૃત ભાગ-૨ [ ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ અંધકાર અનંતકાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યક થાય તો મિથ્યાત્વ છૂટે, જો એકવાર છૂટે તો]
કળશની પહેલી લીટી છે. “મીસંસTRIત વ વાવતિ” અનાદિકાળથી એક સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે.” આ તો અધ્યાત્મની વાણી છે. મુનિ-સંતોની વાત છે, આ કાંઈ કથા વાર્તા નથી. શબ્દોની અંદર તો મહા ગંભીરતા ભરી છે. આહા. હા! અરે ! દુનિયાના ભાગ્ય કે આ વસ્તુ રહી ગઈ છે. સંતોના વિરહ પડ્યા, કેવળીઓના વિરહ પડયા, પણ તેમની આ વાણી રહી ગઈ છે. અને એ પણ દિગમ્બર સંતો સિવાય બીજે કયાંય નથી હોં! બાપુ! બીજાને દુઃખ લાગે તો શું થાય !? શ્વેતામ્બર-સ્થાનકવાસીમાં આ ચીજ છે જ નહીં.
શ્લોક તો જુઓ!! “ભૂતાર્થપરિપ્રદેણ છવા વિનય વ્ર ” અનંતકાળથી ચાલ્યું આવતું મિથ્યાત્વ, સમકિત થતાં અંતર્મુહૂર્તમાં નાશને પ્રાપ્ત થઈ જાય. સમકિત થતાં મિથ્યાત્વ છૂટે છે. જો એકવાર છૂટે તો “દો તત માત્મનઃ મૂય: વિશ્વ મત” આહા.. હા! ભવ્યજીવો, અહો જીવ! તું કેવો છો ? ભગવાન તું પૂર્ણાનંદનો નાથ છો. ભૂતાર્થ શક્તિની પ્રાપ્તિ થઈ જાય અને મિથ્યાત્વનો નાશ થઈ જાય તેવો છે. આહા.. હા!
તે કારણથી આત્માને અર્થાત્ જીવને ફરીને એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય.”
આ.. હા.. હા..! અરે ! સમકિત થયું તે શું પડી જશે? અરે ! શું વાત કરો છો તમે?! ભગવાન દ્રવ્ય સ્વભાવ પડી જશે તો સમકિત પડી જશે. ભૂતાર્થ પ્રભુ ચિદાનંદ ભગવાનની દષ્ટિ થઈ તો મિથ્યાત્વનો નાશ થયો. તો પછી ફરી મિથ્યાત્વ કેવી રીતે ઉત્પન્ન થશે ! ત્રણકાળમાં ઉત્પન્ન નહીં થાય. જુઓ આ વાણી ! પ્રભુ તમે છદમસ્થ છો ને?! આ પંચમ આરામાં તમે કેવળી પાસે ગયા નથી અને આટલું જોર ! કુંદકુંદાચાર્ય તો ગયા હતા. અને આ તો અમૃતચંદ્રાચાર્યના કળશ છે. કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા અને હું પણ આ (નિજ) ભગવાન પાસે ગયો છું. અરે રેઆવી વાતું! ભાગ્યવાનને સાંભળવા મળે તેવી વાતું છે.
આ વાત સાંભળવા ન મળે તેવી ચીજ છે. કહે છે–અહો જીવ! અહોની વ્યાખ્યા કરી. “દો તત્ કાત્મનઃ મૂય: વિશ્વ વિદં ભવેત” એ કારણથી જીવને ફરીને એકત્વબુદ્ધિ કેમ થાય? રાગથી એકત્વબુદ્ધિ તોડીને. સ્વભાવમાં એકત્વબુદ્ધિ થઈ તો પછી ફરીથી રાગમાં એકત્વબુદ્ધિ કેમ થશે? બિલકુલ નહીં થાય. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યની એકત્તાબુદ્ધિનો નાશ થઈ જાય. આહા.. એમ કહે છે. તેમને ક્ષયોપશમ સમકિત છે. ક્ષાયિક સમકિત નથી. ભગવાન પાસે જાય તો તેને ક્ષાયિક સમકિત થાય. કુંદકુંદાચાર્ય ગયા હતા પણ તેમને ક્ષાયિક સમકિત ન થયું, પરંતુ અપ્રતિહત દર્શન થયા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk