________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬
કલશામૃત ભાગ-૨ પર્યાયરૂપે પરિણમે છે તે પુદ્ગલ પરિણમે છે. તે રૂપે આત્મા પરિણમતો નથી. આત્મા કર્મને પરિણમાવતો નથી.. કેમકે કર્મને આત્મા ભિન્ન છે.
જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષના પરિણામ છે તેટલા પ્રમાણમાં કર્મમાં દર્શનમોહ, ચારિત્રમોહબંધાય છે.. છતાં તે પર્યાયનો કર્તા આત્મા નહીં. આહા... હા ! જે ઇચ્છા થઈ તો તે ઇચ્છારૂપે જીવ પરિણમ્યો પરંતુ શરીરને હલાવી શકે, ભાષા કરી શકે તેવું ત્રણકાળમાં નથી. જ્ઞાનાવરણાદિ આઠે કર્મની પર્યાયનો ત્રિકાળ પુદ્ગલ જ કર્તા છે.
'
“હિ આત્મન: ભાવા: આત્મા વ ” નિશ્ચયથી જીવના પરિણામ જીવ જ છે. એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમતો એ જીવ છે. અને રાગ-દ્વેષ-મોહ્રપણે પરિણમે તો પણ તે જીવ જ છે. સમજમાં આવ્યું ? પહેલાં ખુલાસો કરી દીધો કે – આત્મા શુદ્ધ અશુદ્ધરૂપે પરિણમતો; ‘ કરોતિ ’ અર્થાત્ પરિણમવું અને પુદ્ગલ પોતાની પર્યાયને કરે બસ એટલી વાત લીધી. હવે અહીંયા કહે છે આત્મા શુદ્ધ અશુદ્ધરૂપે પરિણમે છે તે જીવ જ છે.. આત્મા જ છે. મિથ્યારૂપે પરિણમે છે તો પણ તે આત્મા જ છે,.. તે કાંઈ પુદ્ગલ નથી. સમજમાં આવ્યું ?
પહેલી વાત એ કહી કે-આત્મા સદા પોતાની શુદ્ધ ને અશુદ્ધ પરિણતિરૂપે પરિણમે છે.. પરરૂપે નહીં. તેમ પુદ્ગલ પોતાની પર્યાયને પરિણમાવે છે જીવને નહીં. પુદ્ગલ જીવની પરિણતિને કરતો નથી બસ એટલી વાત કહેવી છે.
પ્રશ્ન:- પરિણતિની સાથે સંબંધ રહે છે ને ?
ઉત્ત૨:- પરિણતિ તેની છે તે જ બતાવવું છે. હવે તે પરિણતિ જીવ જ છે એમ બતાવે છે. પછી તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાનપણે હો તો પણ તે આત્મા જ છે. ચાહે તો મિથ્યાત્વરૂપે કે રાગ-દ્વેષરૂપે હો તો એ આત્મા જ છે. અહીંયા તો પુદ્ગલ કર્તા નથી એ સિદ્ધ કરવું છે.
પ્રશ્ન:- પર્યાય તો તેની છે ને?
ઉત્ત૨:- અહીંયા લીધું ને ! તેની પર્યાય છે તેથી તે જીવ જ છે. અહીં ૫૨થી ભિન્ન કરાવવું છે.. બસ એટલું (પ્રયોજન ) છે. હવે પછીના કળશમાં-૫૭-૫૮-૫૯માં આવશે કે–જીવના પરિણામ જીવ જ છે.
“ ભાવાર્થ આમ છે કે ચેતના પરિણામને જીવ કરે છે, તે ચેતન પરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી.
,,
જીવની પોતાની શુદ્ધ પરિણતિ કહો કે અશુદ્ધ કહો પણ તે જીવ જ છે. તેને પુદ્ગલની સાથે કોઈ સંબંધ છે નહીં. જીવ ચાહે તો શુદ્ધરૂપે પરિણમો કે અશુદ્ધરૂપે પરિણમો પરંતુ દ્રવ્ય... દ્રવ્યાન્તર થતું નથી. તે પોતાની પર્યાયરૂપે રહે છે. દ્રવ્ય જો વિકારરૂપે પરિણમે તો અનેરા દ્રવ્યરૂપે થયો.. એમ છે ? તેમ નથી.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk