________________
૩૩૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
કલશ ન ઃ ૫૬
(અનુષ્ટુપ )
आत्मभावान् करोत्यात्मा परभावान् सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।। ११-५६।।
ખંડાન્વય સહિત અર્થ:- “ આત્મા આત્મભાવાન્ જોતિ ” ( માત્મા) જીવદ્રવ્ય (આત્મમાવાન્) પોતાના શુદ્ધચેતનારૂપ અથવા અશુદ્ધચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ, (રોતિ ) તે-રૂપે પરિણમે છે. “ પર: પરમાવાન સવા વ્યોતિ ” ( પર: ) પુદ્ગલદ્રવ્ય (પરમાવાન્ ) પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને ( સવા ) ત્રણે કાળે (રોત્તિ) કરે છે. “હિ આત્મન: ભાવા: આાત્મા છુવ” (૪િ) નિશ્ચયથી (આત્મન: માવા:) જીવના પરિણામ (આત્મા વ) જીવ જ છે. ભાવાર્થ આમ છે કે ચેતનાપરિણામને જીવ કરે છે, તે ચેતનપરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી, “ પરચ તે પર: વ (પરસ્ય) પુદ્ગલદ્રવ્યના (તે) પરિણામ (પર: વૅ) પુદ્ગલદ્રવ્ય છે, જીવદ્રવ્ય થયું નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પુદ્ગલ છે અને વસ્તુ પણ પુદ્ગલ છે, દ્રવ્યાન્તર નથી. ૧૧-૫૬.
,,
પ્રવચન નં. ૭૧
66
તા. ૧૯-૮- ’૭૭
કલશ-૫૬ : ઉ૫૨ પ્રવચન
‘આત્મા આત્મભાવનું રોતિ” જીવદ્રવ્ય પોતાના શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ તે રૂપે પરિણમે છે.”
જીવદ્રવ્ય એટલે કે શુદ્ધ આત્મા. કોઈ એમ કહે કે-આત્મા ભિન્ન છે અને જીવદ્રવ્ય કે ભિન્ન છે. (તેમ ન કહે ) તેથી અહીં આટલા શબ્દો લેવા પડે છે. વેદાંતમાં આત્માને ભિન્ન કહે છે અને જીવદ્રવ્યને ભિન્ન કહે છે. જે શુદ્ધ છે તેને આત્મા કહે અને પુણ્ય-પાપવાળા ભાવને જીવ કહે એમ છે નહીં. એટલા માટે ગ્રંથકારે કળશમાં ‘આત્મા' શબ્દ ને જીવદ્રવ્ય કહ્યું છે.
(‘લાભમાવાન્’) ભાષા જોઈ? પોતાનો શુદ્ધ ચેતનરૂપ આત્મભાવનું જ્ઞાન અને આનંદરૂપી પરિણમન થવું તેને શુદ્ધ ચૈતન્યનો ભાવ કહેવામાં આવે છે. તેને ધર્મની પરિણતિ કહેવામાં આવે છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય તે આત્મભાવાન્ શુદ્ધની અપેક્ષાએ. આહા.. હા ! પુણ્ય-પાપના ભાવથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન તેવો આત્મા તેનું શુદ્ધ ચૈતન્યરૂપ પરિણમન અર્થાત્ સમ્યગ્દર્શન, મતિ-શ્રુતજ્ઞાન આદિનું શુદ્ધ પરિણમન અથવા કેવળજ્ઞાન આદિનું શુદ્ધ પરિણમન તે આત્મ ભાવાન્.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk